ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 5 સેન્ટીમીટરનો ઘટાડો થયો છે. ડેમની જળસપાટી ઘટીને 121 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં ઉપરવાસઉલ્લેખનીય છે કે ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદ પર આવેલા નર્મદા ડેમની જળસપાટીમાં હાલમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે સતત બે દિવસ સુધી ડેમની જળસપાટીમાં વધારો થયો હતો.
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થતાં મેઇન કેનાલમાં 6 હજાર જેટલું કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં નર્મદા ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે.માંથી 3708 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમમાં 1399.17 MCM પાણીનો જથ્થો છે
મહેસાણાના ધરોઇ ડેમના તળિયા દેખાયા
મહેસાણામાં ધરોઇ ડેમના તળિયા દેખાઇ રહ્યા છે. ડેમમાં માત્ર 6.4 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જેના કારણે છેલ્લા 10 દિવસમાં ડેમમાં 17.6 કરોડ ઘનફૂટ પાણી ઘટ્યું છે. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક નહિવત થતા ડેમ ખાલીખમ થઇ ગયો છે. ઉત્તર ગુજરાતના 14.50 લાખ લોકો ધરોઇ ડેમનું પાણી પીવે છે. ત્યારે વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતમાં પાણીને લઇ મુશ્કેલી પડી શકે છે.