મુસાના ખાતમા બાદ લલહારીને અલકાયદાનો નવો કમાન્ડર બનાવાયો

0
37

અલકાયદાના કાશ્મીર યુનિટના કમાન્ડર ઝાકિર મુસાનાં મોત બાદ તેના સ્થાને નવા કમાન્ડર તરીકે તેના જ ડેપ્યુટીનું નામ જ અલકાયદા દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ ગુપ્ત બાતમીના આધારે જણાવ્યું છે કે વૈશ્વિક આતંકી સંગઠન અલકાયદા હવે કાશ્મીરની બહાર પોતાનું નેટવર્ક વિસ્તારી રહ્યું છે અને પંજાબમાં પણ સક્રિય છે.

અંસાર ગજવત ઉલ હિંદે ૧ર મિનિટનો એક વ‌ીડિયો જાહેર કર્યો હતો જેમાં ગયા મહિને કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોના હાથે માર્યા ગયેલા કમાન્ડર મુસાના સ્થાને અબ્દુલ હમીદ લલહારી ઉર્ફે હારુન અબ્બાસને અલકાયદાના કાશ્મીર યુનિટનો નવો કમાન્ડર બનાવવામાં આવ્યો છે એવું જણાવાયું છે.

અલકાયદાના પ્રવકતા અબુ ઉબેદાના ઓડિયો સ્ટેટમેન્ટ અનુસાર ગાઝી ઇબ્રાહીમ ખાલીદને નવા કમાન્ડર અબ્દુલ હમીદ લલહારીનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો છે. આ અંગે સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે અલકાયદા સાથે પાકિસ્તાનને સંબંધ હોવાની શકયતા નકારી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાન કાશ્મીર ખીણમાં આતંકવાદ ફેલાવવા માટે મહોરાનો ઉપયોગ કરી રહ્યું છે.

આ ગ્રૂપ અલકાયદા સાથે સંકળાયેલ હોવાનો દાવો કરે છે, પરંતુ તેના તાર પાકિસ્તાનના આતંકી સંગઠનો સાથે પણ જોડાયેલા છે. હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર મુસાને ર૭ જુુલાઇ ર૦૧૭ના રોજ અલકાયદાના કાશ્મીર યુનિટ અન્સાર ગજવત ઉલ હિંદની કાશ્મીર સેલનો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. મુસાને ર૦૧૬માં માર્યા ગયેલા હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીનું સ્થાન આપવામાં આવ્યું હતું. મુસાએ ર૦૧૬માં હુર્રિયત નેતાઓનાં માથાં વાઢીને કાશ્મીરમાં ઇસ્લામિક કાયદાનું શાસન લાવવાની ધમકી આપતો વીડિયો રિલીઝ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here