Saturday, October 23, 2021
Homeમૂળ ગુજરાતી રાજ શાહનું વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રવક્તા પદેથી રાજીનામું
Array

મૂળ ગુજરાતી રાજ શાહનું વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રવક્તા પદેથી રાજીનામું

વોશિંગ્ટનઃ વ્હાઇટ હાઉસની પ્રેસ ઓફિસમાં ડેપ્યુટી પ્રવક્તા તરીકે ફરજ બજાવતા મૂળ ગુજરાતી રાજ શાહે રાજીનામું આપી દીધું છે. શાહે મેજર કોમ્યુનિકેશન અને લોબિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સામેલ થવા માટે રાજીનામું આપ્યું છે. રાજ પહેલાં એવા ગુજરાતી અને ભારતીય છે જેઓ વ્હાઇટ હાઉસમાં આટલા ઉચ્ચ પદે પહોંચ્યા હતા. તેઓનું નામ પણ હવે એવા ઉચ્ચ અધિકારીઓમાં સામેલ થઇ ગયું છે, જેઓએ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો સાથ છોડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મૂળની અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીએ ઓક્ટોબરમાં પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું.

ઉચ્ચ પદે પહોંચનાર સૌપ્રથમ ગુજરાતી

જાન્યુઆરી 2017થી કાર્યરત હતા

રાજ શાહ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી 2017માં પદ સંભાળ્યું ત્યારબાદથી જ આ પદ પર કાર્યરત હતા. તેઓ રિપબ્લિક નેશનલ કમિટિના પૂર્વ રિસર્ચર પણ રહી ચૂક્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ હવે બલાર્ડ પાર્ટનર્સના પ્રેસ વિંગના એક મીડિયા ગ્રૂપની કમાન સંભાળશે. તેઓની ઓફિસ ફ્લોરિડા અને વોશિંગ્ટનમાં છે. રાજ ડેમોક્રેટ જેમી રૂબિન સાથે કામ કરશે. રૂબિન પૂર્વ વિદેશ મંત્રી મેડેલિન અલબ્રાઇડના પ્રવક્તા હતા.

નવી ટીમ સામે અનેક પડકારોઃ રાજ

રાજીનામું આપ્યા બાદ રાજે કહ્યું કે, હું બ્રેન, જેમી અને ટોપ ટીમ બલાર્ડ મીડિયા ગ્રૂપમાં સામેલ થઇને ખૂબ જ ખુશ છું. મારી ટીમની સામે યોગ્ય ઓડિયન્સ સુધી તેઓનો સંદેશ પહોંચાડવાના પડકાર હશે.

મુંબઇના ગુજરાતી પરિવારમાં ઉછેર

રાજ શાહ મૂળ મુંબઇના ગુજરાતી પરિવારમાંથી છે. તેઓના પિતા સુરેશ શાહ એન્જિનિયર છે અને 70ના દાયકામાં તેઓ મુંબઇથી અમેરિકા જઇને વસ્યા હતા.

રાજની માતા ગુજરાતના કચ્છથી છે અને તેઓ ડેન્ટિસ્ટ છે. રાજના માતાપિતા 1970માં શિકાગો શિફ્ટ થયા હતા, અહીં 1984માં રાજનો જન્મ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments