તમે દરરોજ ઓફિસ કે લગ્ન અને પાર્ટી માટે જ્યારે પણ મેકઅપ કરો ત્યારે તે મેકઅપને લાંબા સમય સુધી ફેસ ઉપર ટકાવી રાખવા અને ફ્રેશ રાખવા માટે પ્રયત્નો કરો છો. તો આજે અમે તમને મેકઅપને ફેસ ઉપર લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આપીશુ 5 ટિપ્સ.
જો મેકઅપને લાંબા સમય સુધી ફ્રેશ રાખવો હોય તો ફેસ પર હળવો અને વોટરપ્રુફ મેકઅપ લગાવો જોઈએ. જે તમારા ચહેરાની સુંદરતાને જાળવી રાખશે, તો સાથે જ સાદા પાણીથી હળવો ફેસ વોશ કરતા ચહેરાનો મેકઅપ નહી જાય
વૉટરપ્રૂફ કાજલનો ઉપયોગ કરવો અથવા તો કાજલની જગ્યાએ જેલ લાઈનર કે વોટરપ્રૂફ લાઈનરનો ઉપયોગ કરવો. ઘાટી અને ક્રિમી ફેસક્રીમની જગ્યાએ તરલ ફેસક્રીમનો ઉપયોગ કરવો
જ્યાં સુધી પોસીબલ હોય ત્યાં સુધી ફાઉન્ડેશન અને ફેસ પાઉડરનો ઉપયોગ ન કરવો. જો જરૂર લાગે તો ફાઉન્ડેશન લગાવવા માટે ભીના સ્પંજનો ઉપયોગ કરવો. તેનાથી તમારો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે.
બ્લશરનો ઉપયોગ કરવા માંગો છો તો વોટરપ્રૂફ, ક્રિમી બ્લશરનો ઉપયોગ કરો. અને સુકા સિંદુરની જગ્યાએ રેડીમેડ સ્ટીકરવાળા સિંદૂરનો ઉપયોગ કરો.
જો તમે ટ્રેડિશનલ મેકઅપ કરી રહ્યા છો. તો લિક્વીડ ચાંદલાનો ઉપયોગ ન કરો. કારણકે લિક્વીડ ચાંદલો થોડા પરસેવામાં પણ વહી જશે. તેના બદલે વોટરપ્રૂફ ચાંદલો કે બજારમાં મળતા સ્ટીકરના ડિઝાઈનવાળા ચાંદલા લગાવવા જોઈએ.