Tuesday, December 7, 2021
Homeમેક્સિકોમાં તેલ ચોરતી વખતે પાઈપલાઈનમાં વિસ્ફોટ, 73નાં મોત, 74 ઘાયલ
Array

મેક્સિકોમાં તેલ ચોરતી વખતે પાઈપલાઈનમાં વિસ્ફોટ, 73નાં મોત, 74 ઘાયલ

મેક્સિકોઃ ઉતર અમેરિકાના મેક્સિકોમાં શનિવારે તેલ-ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતાં 73 લોકોનાં મોત થયાં અને 74 લોકો ઘાયલ થયા છે જ્યારે 80 લોકો લાપતા છે. ઘટના નોર્થ મેક્સિકોના હિડાલ્ગોની છે. ત્યાંના ગવર્નર ઉમર ફયાદે જણાવ્યું કે સ્થાનિક લોકો પાઇપલાઇનમાંથી તેલ ચોરવા ભેગા થયા હતા ત્યારે આગ લાગી ગઇ. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટલાક લોકોએ પાઇપલાઇનમાંથી તેલ ચોરવા તેમાં કાણું પાડી દીધું હતું. લીકેજ વધતાં લોકોએ લીક થતું તેલ ચોરવા દોડધામ મચાવી. ત્યારે જ વિસ્ફોટ થયો અને આગ લાગી.

ગવર્નરે વધુમાં જણાવતા કહ્યું, ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.  આ ઘટના એવા સમયે બની છે જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ એંદ્ર્સ મૈનુપલ લોપેજ તેલ ચોરીને લઈને રાષ્ટ્રિયસ્તરે કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા છે. પાઈપલાઈનમાથી તેલ ચોરીના કારણે મેક્સિકોને 2017માં 3 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મેક્સિકોમાં 9 વર્ષની સૌથી મોટી તેલ દુર્ઘટના છે. તે પહેલાં 2010માં પાઇપલાઇનમાં વિસ્ફોટથી 28 લોકો માર્યા ગયા હતા. દુર્ઘટના એવા સમયે સર્જાઇ છે કે જ્યારે રાષ્ટ્રપતિ લોપેજ ઇંધણની ચોરીને લઇને રાષ્ટ્રીય સ્તર પર પોતાની યોજનાઓને અંજામ સુધી પહોંચાડવા કામે લાગ્યા છે. દેશની સૌથી મોટી તેલ કંપની પેમેક્સના કહેવા મુજબ તેની પાઇપલાઇનોમાંથી ગયા વર્ષે 21 હજાર કરોડ રૂપિયાની પેટ્રો પેદાશોની ચોરી થઇ છે.

ઇંધણ ચોરી રોકવા માટે ઓઇલ કંપની પેટ્રોલિયોસ મેક્સિકન્સ (પેમેક્સ) ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં ફેરફાર કરી રહી છે. તેણે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ચોરી રોકવા સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવાઇ રહી છે. આ ફેરફારથી પુરવઠો ખોરવાયો છે. તેના કારણે છેલ્લાં બે અઠવાડિયાંથી દેશનાં 6 રાજ્યના પંપ ડ્રાય જેવી સ્થિતિમાં છે. જે પેટ્રોલપંપો પર તેલ-ગેસ ઇંધણ મળી રહ્યા છે ત્યાં સેંકડો વાહનોની કતાર લાગી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments