મેક્સિકો : માલવાહક ટ્રક સાથે ટક્કર બાદ ટૂરિસ્ટસ બસમાં આગ લાગી, 23 તીર્થયાત્રીઓનાં ઘટનાસ્થળે મોત

0
29

મેક્સિકો સિટીઃ વેરાક્રૂઝમાં થયેલી એક દુર્ઘટનામાં 23 કેથલિક તીર્થયાત્રીઓના સળગી જવાથી મોત થયા છે. તીર્થયાત્રી બાસિલિકા સ્થિત રોમન કેથલિક ચર્ચામાં પ્રાર્થના બાદ પરત ફરી રહ્યા હતા. બુધવારે તેઓની બસ એક માલવાહક ટ્રક સાથે ટકરાતાં બસમાં આગ લાગી ગઇ. મેક્સિકો એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, 28 લોકોની હાલત ગંભીર છે અને તેઓ હોસ્ટિપલમાં સારવાર હેઠળ છે. દુર્ઘટનાના કારણે અંગે હાલ તપાસ ચાલુ છે.

અવર લેડી ગૌડાલુપ ચર્ચમાં ગયા હતા યાત્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રી બાસિલિકા સ્થિત રોમન કેથલિક ચર્ચમાં પ્રાર્થના બાદ પરત ફરી રહ્યા હતા. અહીં અવર લેડી ઓફ ગૌડાલુપ ચર્ચ છે. કેથલિક પંથના લોકો માટે આ ચર્ચ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ ચર્ચને મેક્સિકોનું રાષ્ટ્રીય તીર્થ ગણવામાં આવે છે.
આ ચર્ચ 1709માં ટેપેયાક પહાડી પર બનાવવામાં આવ્યું હતું. એક માન્યતા અનુસાર, મધર મેરીએ પોતાના કુંવારા સ્વરૂપમાં અહીં જન્મ લીધો હતો. આ ચર્ચનું નિર્માણ 1974માં પૂર્ણ થયું. કેથલિક સંપ્રદાયમાં માનતા લોકો ઘણીવાર અહીં પ્રાર્થના માટે આવે છે.
પોલીસનું કહેવું છે કે, બસમાં સવાર તમામ તીર્થયાત્રી ચિયાપસના આર્કડિયોસેજ ઓફ ટક્સલાના રહેવાસી હતા. લોકોને ચર્ચમાં લઇ જતા પાદરી પણ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મેક્સિકોમાં 2017માં પણ આ જ પ્રકારે દુર્ઘટના થઇ હતી
2017માં પશ્ચિમ મેક્સિકોના જેલિસ્કોમાં બસ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયા હતા. દુર્ઘટનામાં 37 ઘાયલ થયા છે. બસમાં સવાર યાત્રી સેન જુઆન ડે લોક લાગોસમાં વેકેશન કરી પરત ફરી રહ્યા હતા. દુર્ઘટના બસની બ્રેક ફેલ થવાના કારણે થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here