મેક્સ હોસ્પિટલના ડૉક્ટરની ચેતવણી : કોરોના સંકટની હજુ તો શરૂઆત છે, કપરા સમય માટે તૈયાર રહો !

0
0

સંશોધન અને અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જુલાઇ અને ઓગસ્ટમાં દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થશે…!

દેશમાં અનલોક જાહેર કરાયા બાદ કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 11 હજાર 314 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 388 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 9 હજારને પાર થઈ છે. જેમાં એક લાખ 46 હજાર ચારસોથી વધુ એક્ટિવ કેસ છે.

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત
  • છેલ્લા 24 કલાકમાં 11 હજાર નવા પોઝિટિવ કેસ
  • કુલ મૃત્યુઆંક આઠ હજારને પાર થયો

ત્યારે આ દરમિયાન ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા દિલ્હીની મેક્સ હોસ્પિટલના  ડૉ. દેવન જુનેજાએ કહ્યું કે, દરેક વ્યક્તિએ કોરોનાના મુશ્કેલ સમય માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું, ‘કોરોના ક્યારે સૌથી ટોચ પર પહોંચશે તે ક્ષણને લઇને અમે કહી શકતા નથી.

આપણે બધા શ્રેષ્ઠની માનસિક અને શારિરીક રીતે આશા રાખી રહ્યા છીએ અમે કોરોના સામે લડવા માટે તૈયાર છીએ.  ડો. જુનેજાના જણાવ્યા મુજબ હાલના સમયમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે અને પથારીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, તેમના પર દબાણ વધ્યું છે, પરંતુ મુશ્કેલ સમયમાં, તેઓ એકબીજાને પ્રોત્સાહિત કરે છે.

  • કોરોના સામે લડવા માટે તૈયાર રહો – ડૉક્ટરોની ચેતવણી
  • કોરોનાની ફક્ત શરૂઆત છે, આગામી દિવસો વધારે મુશ્કેલીભર્યાં હોઈ શકે !
  • કોરોના ક્યારે સૌથી ટોચ પર પહોંચશે

દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે. અહીંની એક નર્સ જ્યોતિ ઈસ્ટરનું કહેવું છે કે તેમને પણ ડર લાગે છે, કારણ કે કોરોના ક્યારે અને કેવી રીતે તેમના પર હુમલો કરશે તેની ખબર નથી. ડૉક્ટર અને નર્સ માટે પીપીઈ કીટ પહેરીને કામ કરવું ખૂબ જ પડકારભર્યું છે. અહીંની એક નર્સ વિનીતા ઠાકુરનું કહેવું છે કે ગરમીના સમયમાં આ કિટને વધારે સમય સુધી પહેરવા માટે માનસિક અને શારીરિક તાકાતની જરૂર પડે છે.

આઠ હજારથી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા

ભારતમાં અત્યાર સુધી આઠ હજાર આઠસોથી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે એક લાખ 54 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમા છેલ્લા 24 કલાકમાં ત્રણ હજાર ચારસો 93 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ એક હજારને આંબી ગઈ છે. જ્યારે કુલ મૃત્યઆંક ત્રણ હજાર સાતસોને પાર થયો છે. રાજધાની દિલ્હીમાં નવા એકવીસોથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 129 દર્દીઓ મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here