બોલિવૂડ ડેસ્ક: ‘ફિલ્મફેર’મેગેઝિનનાં એપ્રિલ ઇસ્યુમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવનનો ફોટો કવર પેજ પર છે. આલિયા ભટ્ટે આ મેગેઝિન માટે કરેલાં ફોટોશૂટને લઈને આલિયા ભટ્ટ પર ‘કોપી’ કરવાનાં પ્રહાર લાગ્યાં છે. ઇન્સ્ટાગ્રામ પર એક ફેમસ પેજ છે જે કોઈ બીજાનાં કપડાં, ફોટો વગેરેની કોપી કરનાર સેલેબ્સને ઉઘાડા પાડે છે. આ પેજ પર આલિયાનાં મેગેઝિન ફોટોશૂટનાં એક ફોટોને અને ઈંગ્લીશ સિંગર ‘ડુઆ લિપા’ના ફોટોને બાજુ-બાજુમાં રાખીને લખ્યું હતું કે, મેગેઝીન અને તેના ચોખ્ખા રેફરન્સ’.
આ પોસ્ટને લઈને આલિયા ભટ્ટે સીધો વળતો પ્રહાર કરી તેમની બોલતી બંધ કરી દીધી છે. આલિયાએ ઇન્સ્ટા સ્ટોરીમાં આ પોસ્ટ શેર કરીને લખ્યું કે, ‘મેં આ કવર માટેનું શૂટિંગ 6 ફેબ્રુઆરી, 2019ના રોજ કર્યું હતું. જો મારી ભૂલ ન થતી હોય તો આ ચોખ્ખો ”રેફરન્સ” 24 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો. તમારી બધી જાસૂસી સાચી ન પણ હોય.’
ડુઆ લિપાના જે ફોટો સાથે આલિયાના ફોટોની સરખામણી થઇ રહી છે તે ફોટો ડુઆ લિપાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર 26 ફેબ્રુઆરીએ મૂક્યો હતો. જ્યારે આલિયાનાં જણાવ્યાં મુજબ, તેણે તેનું ફોટોશૂટ 6 ફેબ્રુઆરીએ જ કરી લીધું હતું. આલિયાનાં જવાબ આલી સ્ટોરી બાદ કોપીનો આરોપ લગાડનારાએ હાર સ્વીકારી આલિયાને કહ્યું, તું જીતી.