Sunday, November 28, 2021
Homeમેઘરજ ના ઝરડા ગામના જમ્મુ-કાશ્મીરમાં માં-ભોમની રક્ષા કરતા યુવકનું હિમશીલા પડતા શહીદ...
Array

મેઘરજ ના ઝરડા ગામના જમ્મુ-કાશ્મીરમાં માં-ભોમની રક્ષા કરતા યુવકનું હિમશીલા પડતા શહીદ : ગમગીની

પુલવમામાં આતંકીઓએ કરેલા હુમલામાં દેશના ૪૪ જવાનો શહીદ થતા ગમગીની છવાઈ હતી ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સીમા પર સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના આર્મી માં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોરનું જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડતા તેની નીચે દટાતા તેમની સાથે ફરજબજાવતા જવાનોએ ખુશાલસિંહ ઠાકોરને બરફના થર નીચેથી બહાર કાઢી આર્મીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા સઘન સારવાર બાદ જીંદગી સામેનો જંગ હારી જતા મોત નિપજતા તેમના પરિવારજનો અને જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી શનિવારે શહીદ જવાનની અંતિમક્રિયામાં મોટીસંખ્યામાં વહીવટીતંત્રના અધિકારીઓ, સમાજના અગ્રણીઓ અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા.
મેઘરજના ઝરડા ગામના ખુશાલસિંહ રણછોડભાઈ ઠાકોર દેશની સેવા માટે ભારતીય લશ્કરમાં જોડાયા હતા ૧૫ વર્ષથી દેશના વિવિધ સ્થળોએ માં-ભોમ ની રક્ષા કરી ઋણ અદા કરી રહ્યા હતા જમ્મુ-કાશ્મીરમાં સરહદ પર કડકડતી માઈનસ ૧૦ થી વધુ ડિગ્રીમાં ફરજ બજાવી રહ્યા હતા તે અરસામાં બરફવર્ષા થતા અને હિમશીલા પડતા ખુશાલસિંહ બરફના થર નીચે દટાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમની સાથે ફરજબજાવતા સૈનિકોએ હિમશિલાની નીચેથી બહાર કાઢી તાબડતોડ આર્મી હોસ્પિટલમાં ખસેડાયા હતા ફરજપર ના તબીબોએ સઘન સારવાર આપવા છતાં દુશ્મનોને જંગમાં હરાવવા સજ્જ બનેલ ખુશાલસિંહ ઠાકોર જીંદગી સામેનો જંગ ત્રણ દિવસ બાદ હારી જતા શહીદ થયા હતા આ ઘટના ની જાણ પરિવારજનોને કરતા તાબડતોડ પહોંચી શહીદ જવાનના નશ્વર દેહને લેવા પહોંચ્યા હતા અને આજે  સવારે શહીદ જવાનની અંતિમયાત્રા નીકડી હતી. ફોજી જવાનના આકસ્મિક મોત થી સમગ્ર પંથક અને અરવલ્લી જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી.  ભારતીય લશ્કરમાં ફરજબજાવતા ખુશાલસિંહ ઠાકોરના આકસ્મિક મોતથી ૪ અને ૨ વર્ષીય સંતાને પિતૃછાયા ગુમાવતા અને તેમના પત્ની ભારતીબેને આધાર ગુમાવતા ભારે આઘાતમાં સરી પડ્યા હતા. રાષ્ટ્રીય સન્માન સાથે જવાન નો પાર્થિવ દેહ પંચ મહાભૂત માં વિલીન જીલ્લા કલેક્ટર,ડી.ડી.ઓ, પોલીસવડા,મોડાસા મામલતદાર, સાંસદ સભ્ય,ત્રણ ધારાસભ્યો સહીત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments