Sunday, October 17, 2021
Homeમેઘાલયમાં નેવી ટીમને 35 દિવસ બાદ 200 ફુટની ઊંડાઈથી એક મૃતદેહ મળ્યો
Array

મેઘાલયમાં નેવી ટીમને 35 દિવસ બાદ 200 ફુટની ઊંડાઈથી એક મૃતદેહ મળ્યો

શિલોંગઃ  મેઘાલયનાં ઈસ્ટ ઈન્ડિયા જયંતિયા હિલ્સની ખાણમાં 35 દિવસોથી ફસાયેલા મજૂરોની બચાવ કામગીરી ચાલુ છે. ગુરુવારે 200 ફુટ નીચેથી નેવીની ટીમે એક મૃતદેહ બહાર કાઢ્યો છે. ખાણમાં ફસાયેલા મજૂરોને કાઢવા માટે રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ખાણમાંથી અત્યાર સુધી એક કરોડ લિટરથી વધુ પાણી કાઢવામાં આવ્યું છે.

ખાણમાં નદીનું પાણી ભરાઈ જવાથી મજૂરો ફસાયા છે

  • 13 ડિસેમ્બરે તમામ 15 મજૂરો ખાણમાં લેટિન નદીનું પાણી ભરાઈ જવાથી ફસાયા હતા. આ ખાણને રૈટ હોલ કહેવામાં આવે છે. કોર્ટે સરકારને પૂછ્યુ કે રાજ્ય સરકારે ગેરકાયદે ખાણ પર કોઈ કાર્યવાહી કરી કે નહિ?
  • સરકારનાં કહ્યા પ્રમાણે ખાણ સંચાલકની ધરપકડ કરાઈ છે. શુક્રવારે સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, તેને ચમત્કારમાં વિશ્વાસ છે, પરંતુ જોવાનું એ રહેશે કે કેટલા મજૂરો ખાણમાંથી સુરક્ષિત બહાર આવે છે.
  • રોબોટિક સબમર્સિબલ ઈન્સપેક્શનમાં માહિર કંપની પણ મજૂરોના આ બચાવ અભિયાનમાં લાગી ગઈ છે. કંપની પ્રમાણે અભિયાનમાં 6 સભ્યોની ટીમ અને એક રિમોર્ટથી ચાલનારુ સાધન પણ ગોઠવાયુ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments