અમૂલે ફેક વેબસાઈટ પર પાર્લરની જાહેરાત માટે ગુગલ ઈન્ડિયાને કાનૂની નોટિસ ફટકારી

0
86

આણંદ: અમૂલ પાર્લરની એજન્સી લેવા માટેની અમૂલના ભળતા નામે ગુગલ પર જુદી-જુદી વેબસાઇટો પર જાહેરાતો મૂકવામાં આવે છે. જેમાં ભેજાબાજો વ્યકિતગત બેંક એકાઉન્ટમાં નાણાં મંગાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. જેના પગલે અમૂલે ગુગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને કાનૂની નોટિસ ફટકારી છે.

ગુગલ સર્ચ પર અમૂલની ફેન્ચાઇઝી,  અમૂલ પાર્લર, અમૂલ ડ્રિસ્ટ્રિબ્યુટરના નામે નકલી વેબસાઇટોનો રાફડો ફાટ્યો છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની ફી 25,000 થી 5,00,000 સુધીની રકમ NEFT દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટ નંબરોમાં ભરવાની સૂચના અપાય છે. અમૂલે ગુગલ ઇન્ડિયાને આવી પેઇડ એડવર્ટાઈઝ બંધ કરવા માટે ધ્યાન દોર્યુ છે. છતાં આવી સાઈટ્સ બંધ ન થતાં પોલીસ ફરિયાદ કરાઈ છે.

જીસીએમએમએફના એમ.ડી સોઢીએ જણાવ્યું હતું કે આવી પેઇડ જાહેર ખબરો અમૂલના નામે મુકનારની ગુગલ પાસે કોઇ માહિતી નથી. જેથી જાણી શકાતું નથી આ જાહેર ખબર કોણ મુકીને છેતરપિંડી કરે છે. ફેક વેબસાઇટોમાં http:// amul-parlours-fake-websites તથા godaddy.comનો સમાવેશ થાય છે. તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને છેતરપિંડી થઇ રહી છે. આથી અમૂલે કાનૂની નોટિસ ગુગલ ઇન્ડિયાને ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here