Tuesday, December 7, 2021
Homeમેચમાં 46 સિક્સ, 64 ચોક્કા અને 807 રન પછી ઇંગ્લેન્ડને હાશકારો, વિન્ડીઝને...
Array

મેચમાં 46 સિક્સ, 64 ચોક્કા અને 807 રન પછી ઇંગ્લેન્ડને હાશકારો, વિન્ડીઝને 29 રને હરાવ્યું

સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ગ્રેનેડા ખાતેની ચોથી વનડેમાં ઇંગ્લેન્ડે વિન્ડીઝે 29 રને હરાવ્યું હતું. હાઈસ્કોરિંગ મુકાબલામાં મેચમાં કુલ 46 સિક્સ, 64 ચોક્કા અને 807 રન થયા હતા. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 418 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ માટે જોસ બટલરે 77 બોલમાં 150 રન કર્યા હતા. 418 રનના જવાબમાં વિન્ડીઝની ટીમ 48 ઓવરમાં 389 રનમાં ઓલઆઉટ થઇ હતી. ગેલે વિન્ડીઝ વનડેમાં 25મી સદી ફટકારતા 97 બોલમાં 11 ચોક્કા અને 14 છગ્ગાની મદદથી 162 રન કર્યા હતા. આદિલ રાશિદે 5 અને માર્ક વુડે 5 વિકેટ ઝડપતા ઇંગ્લેન્ડ 29 રને મેચ જીત્યું હતું. 5 મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે.

મોર્ગન ઇંગ્લેન્ડ માટે 6 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. ઇંગ્લેન્ડે પોતાની ઇનિંગ્સ દરમિયાન 24 છક્કા ફટકાર્યા હતા, જે એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગાનો નવો રેકોર્ડ છે.

જોસ બટલરે 50થી 150 રનની સફર 32 બોલમાં પૂરી કરી, રેકોર્ડ 12 છગ્ગા ફટકાર્યા

જોસ બટલરે વિન્ડીઝના બોલરને હંફાવતા 77 બોલમાં 150 રન કર્યા હતા. તેણે આ ઇનિંગ્સ દરમિયાન 13 ચોક્કા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડના કોઈ બેટ્સમેને 1 ઇનિંગ્સમાં 12 છગ્ગા ફટકાર્યા નથી. તેણે 50થી 150 રનની સફર 32 બોલમાં પૂરી કરી હતી.

વનડેમાં ફાસ્ટેસ્ટ અને સેકેંડ ફાસ્ટેસ્ટ 150 બંને વિન્ડીઝ વિરુદ્ધ નોંધાયા

27 ફેબ્રુઆરી 2015 – એબી ડિવિલિયર્સે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 64 બોલમાં 150 રન કર્યા

27 ફેબ્રુઆરી 2019 – જોસ બટલરે ગ્રેનેડા ખાતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 76 બોલમાં 150 રન કર્યા

ગેલે 500માં ઇન્ટરનેશનલ છગ્ગા સાથે વનડેમાં 10 હજાર રન પૂરા કર્યા

ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝ માટે 10 હજાર રન કરનાર બ્રાયન લારા પછી બીજો બેટ્સમેન બન્યો છે. તેણે આ સિદ્ધિ 500મી સિક્સ ફટકારીને મેળવી હતી. ગેલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. બ્રાયન લારાએ વનડેમાં 10,405 રન કર્યા છે. ગેલ 10,074 રન સાથે તેનાથી 331 રન દૂર છે.

વિન્ડીઝે 1 રનમાં 4 વિકેટ ગુમાવતા મેચ હારી

ઇંગ્લેન્ડને મેચ જીતવા 3 ઓવરમાં 32 રનની જરૂર હતી અને તેની ચાર વિકેટ હાથમાં હતી. તેવામાં ઇંગ્લેન્ડના કેપ્ટ્ન ઓઇન મોર્ગને જુગાર રમતા આદિલ રાશિદને ઓવર આપી હતી. તેની ઓવરના પહેલા બોલે એશ્લે નર્સે 2 રન લીધા હતા. પરંતુ તેના પછીના 5 બોલમાં રશીદે 4 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને મેચ જીતાડી હતી. રાશિદે 48મી ઓવરમાં નર્સ, કાર્લોસ બ્રેથવેટ, દેવેન્દ્ર બિશું અને ઓશેન થોમસને આઉટ કર્યા હતા.

એક મેચમાં 46 છગ્ગાનો નવો રેકોર્ડ

આ પહેલા એક મેચમાં સર્વાધિક છગ્ગાનો રેકોર્ડ ભારત-ઓસ્ટ્રેલિયાની 2013ની મેચમાં નોંધાયો હતો. તે મેચમાં બંને દેશે કુલ 38 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં વિન્ડીઝે ઇંગ્લેન્ડના 24 છગ્ગાના જવાબમાં 22 છગ્ગા ફટકારતા મેચમાં કુલ 46 સિક્સ નોંધાણી હતી.

2015ના વર્લ્ડકપ પછી વનડેમાં 400થી વધુનો સ્કોર: 
ઇંગ્લેન્ડ – 4 વાર
અન્ય ટીમ- 1 વાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments