Monday, September 20, 2021
Home'મેન્ટલ હૈ ક્યા' ફિલ્મમાં કંગના રાણૌત પોલિસ અવતારમાં, તસવીરો લીક થઈ
Array

‘મેન્ટલ હૈ ક્યા’ ફિલ્મમાં કંગના રાણૌત પોલિસ અવતારમાં, તસવીરો લીક થઈ

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઘોડો ચલાવ્યા બાદ હવે બોલિવૂડ ક્વીન કંગના ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’માં બાઇક સ્ટંટ કરતી જોવા મળશે. કંગનાની આ અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જેમાં કંગના બાઇક પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

પોલિસની વર્દીમાં બાઇક પર સ્ટંટ કરતી કંગના એકદમ ‘લેડી સિંઘમ’ લાગી રહી છે. હવામાં બાઇક ઉડાવતી જોવા મળી રહેલી કંગનાનો આ પોલિસ અવતાર તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં ચાલી રહેલું આ શૂટિંગ એક બગીચામાં થઈ રહ્યું હતું. કંગનાનો આ એક્શન અવતાર જોઇને તો લાગી રહ્યું છે કે ‘મેન્ટલ હૈ ક્યા’ ફિલ્મ જબરદસ્ત મસાલા અને એક્શનથી ભરપૂર ફિલ્મ હશે.

રાજકુમાર સાથે બીજીવાર સિલ્વરસ્ક્રીન પર દેખાશે કંગના

આ ફિલ્મમાં કંગનાની સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળશે. રાજકુમાર રાવ અને કંગનાની જોડી બીજીવાર એકસાથે સિલ્વરસ્ક્રીન પર જોવા મળશે. આ પહેલા આ બંનેએ વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘ક્વીન’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’માં કંગના અને રાજકુમાર સિવાય જિમી શેરગિલ અને અમાયરા દસ્તુર પણ જોવા મળશે. કોવેલામુડીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ મેન્ટલ હેલ્થ અને એક એક્સ કપલની રિલેશનશિપ પર આધારિત હશે.

કંગનાએ સાઇન કરી અન્ય બે ફિલ્મો

ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ સિવાય કંગના અશ્વિની ઐય્યર તિવારીની ‘પંગા’માં કામ કરી રહી છે. આ સાથે જ કંગનાએ તાજેતરમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક પણ સાઇન કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments