Tuesday, December 7, 2021
Homeમેયરના બંગલા બહારથી કચરો લઈ જતો સગીર ડ્રાઈવર પકડાયો
Array

મેયરના બંગલા બહારથી કચરો લઈ જતો સગીર ડ્રાઈવર પકડાયો

અમદાવાદ: લો ગાર્ડન ખાતેના મેયરના બંગલા બહારથી કચરા ગાડીમાં કચરો ભરીને જઇ રહેલા સગીર વયના ડ્રાઈવરને ટ્રાફિક પોલીસે એલિસબ્રિજજિમખાના પાસે રોક્યો હતો. જો કે તેની પાસે લાઈસન્સ નહીં હોવાથી ગાડી ડિટેઈન કરી હતી અને તેને મેમો આપ્યો હતો. આ જ ડ્રાઈવર 2 મહિના પહેલા પણ કચરા ગાડી ચલાવતો હોવાની ફરિયાદ ઊઠી હતી. છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.

એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બુધવારે બપોરે 12 વાગ્યે એલિસબ્રિજ જીમખાના પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી કોર્પોરેશનની કચરા ગાડી નીકળી હતી. પોલીસે જોયું તો કચરા ગાડીનો ડ્રાઈવર સગીર વયનો હોય તેવો લાગ્યો હતો. જેથી ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો. પોલીસે લાઈસન્સ માંગતા તેની પાસે લાઈસન્સ ન હતું.

તેની પૂછપરછ કરતા તે સગીર ડ્રાઈવર વાસણા કચરાના ડમ્પ સાઈટ પાસે, ઓરડીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસે છોટા હાથીના માલિકીના કે અન્ય કોઇ કાગળ ન હતા, જેથી પોલીસે ડિટેઈન કરી હતી. જ્યારે છોટા હાથીના આ ચાલકને ડ્રાઈવિંગ લાઈસન્સ વગર, કચરા ગાડીના કાગળ વગર તેમજ આરસી બુક કે માલિકીના કાગળો ન હોવાથી તેને આરટીઓનો મેમો આપવામાં આવ્યો હતો.

ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 2 મહિના પહેલા પણ આ જ સગીર વયનો આ ડ્રાઈવર કોર્પોરેશનની કચરા ગાડી ચલાવતો હોવાનો વીડિયો વહેતો થયો હતો. તેમ છતાં કચરા ગાડીનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ આ ડ્રાઈવર સામે કોઇ જ પગલાં લીધા ન હતા, જેના કારણે 2 મહિના પછી પણ તે કચરા ગાડી ચલાવતા પકડાયો હતો.ડોર ટુ ડોર ગાડીના કોન્ટ્રાક્ટર હરજિન્દરે આ અંગે પૂછતાં તેણે કહ્યું કે, ના તે 18 વર્ષનો છે, આમાં પ્રોબ્લેમ શું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments