Tuesday, September 28, 2021
Homeમેરઠથી પ્રધાનમંત્રી LIVE, ‘ચોકીદાર ક્યારેય અન્યાય નથી કરતો’
Array

મેરઠથી પ્રધાનમંત્રી LIVE, ‘ચોકીદાર ક્યારેય અન્યાય નથી કરતો’

રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી મેરઠમાં ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો હતો. મેરઠથી પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની કામગીરીના વખાણ કર્યા હતા.

મેરઠના લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ પાંચ વર્ષ પહેલાની તેમની રેલીને યાદ કરતા કહ્યું હતું કે, હું તમારા પ્રેમને વ્યાજ સહિત પાછો કરીશ.

તેમણે કહ્યું કે, તમે જાણો છો હું ચોકિદાર છું. કહી વિપક્ષ પર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી, આવનારા દિવસોમાં દેશની સામે એનડીએ સરકારના પાંચ વર્ષના કામને રાખીશ પણ મારા વિરોધીઓને એ પણ પૂછીશ કે જ્યારે તમે સરકારમાં હતા જ્યારે દેશના લોકોએ તમારા પર ભરોસો રાખ્યો ત્યારે નિષ્ફળ કેમ થયા અને શા માટે દેશના લોકોનો ભરોસો તોડ્યો.

તેમણે શરૂઆતમાં જ વિપક્ષ પર પ્રહાર કરી ચોકીદારના મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે, એક તરફ દમદાર ચોકીદાર છે તો બીજી તરફ દાગીઓની ભરમાર છે… એક તરફ નવા ભારતના સંસ્કાર બીજી તરફ વંશવાદ અને ભ્રષ્ટાચાર છે. તેમણે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને હાલમાં જ કરવામાં આવેલ મિશન શક્તિ વિશે જણાવ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકનું સાહસ તમારા ચોકીદારે બતાવ્યું હતું.

તેમણે પોતાની સરકારના વખાણ કર્યા હતા અને યોજનાઓ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જનધન યોજના દ્રારા ખોલવામાં આવેલા નવા ખાતાઓ ખોલાવ્યા છે. જ્યારે હું બેંક એકાઉન્ટ ખોલાવતો હતો ત્યારે બુદ્ધિમાન લોકો ભાષણ કરતા હતા કે દેશમાં બેંક જ નથી ગામડાના લોકો શું કરશે ? આમ કહી તેમણે વિપક્ષને આડેહાથ લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments