મેરા ક્યાં, મુજે ક્યાં બે શબ્દો સામે અમારી લડાઈઃ સુરતના ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં PM મોદી

0
43

સુરતઃ  ઇન્ડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. સેન્ટ્રલ રિવોલ્વિંગ સ્ટેજ પરથી 6 હજારથી વધુ પ્રોફેશનલ્સને સંબોધનમાં યુવાનોએ મોદી..મોદીના નારા લગાવ્યા હતા. મોદીએ સર્જીકલ સ્ટ્રાઈકથી લઈને ન્યુ ઈન્ડિયા અને વિકાસની વાતો કરી હતી. મોદીના ભાષણ વખતે મોદી મોદી.. અને ભારત માતા કી જયના નારા લાગ્યાં હતાં.નોટબંધી કરીને લાખો કંપનીઓને તાળા લગાવી દીધાં હતાં. તમારો એક મત મને પાંચ વર્ષથી દોડાવી રહ્યો છે. મેરા ક્યાં, મુજે ક્યાં બે શબ્દો સામે અમારી લડાઈ છે.

તમારો મત દોડાવી રહ્યો છે

તમારો જોશ જોરદાર છે એમ ગુજરાતીમાં શરૂઆત કરી મોદીએ કહ્યું કે, દેશ ગતિથી બદલાઈ રહ્યો છે. તમે જ મને જવાબદારી આપી છે. મારા કામને ગુજરાતીઓ જાણતાં પણ દેશમાં તમે જાણીતો કર્યો છે. આજે જે પણ કામ કરું છું તે તમારા એક વોટના કારણે કરી રહ્યો છું. આ બધુ કરવાનું કામ રાત દિવસ દોડવાની પ્રેરણા આપે છે.

વેપારીઓને ચક્રવૃધ્ધિ સાથે આપ્યું

મોદીએ કહ્યું હતું કે, સુરત વેપારીઓની ભૂમિ છે. વળતર અને ચક્રવૃધ્ધિ વ્યાજ મળ્યું કે નહીં તેવો સવાલ પુછતાં હાજર સૌ કોઈએ ચીચીયારીઓ બોલાવી દીધી હતી. મોદીએ ક્હયું કે અમુકનો રડવાનો સ્વભાવ હોય છે પરંતુ અમારો સ્વાભાવ ચલાવવાનો છે. અમે સંડાસ બનાવડાવ્યાં. લોકોને હાકલ કરતાં સબસીડી છોડી દીધી. અમે લોકોમાં આશા જગાડી છે. સવા સો કરોડ લોકોને સ્વપ્ન જોતા કર્યાં છે. મેરા ક્યાં ? મુજે ક્યાં ? ની સ્થિતિ બદલી છે.

મેક ઇન્ડિયા ટેકનોલોજી અંતર્ગત રિવોલ્વિંગ સ્ટેજની ટેકનોલોજી લગાવાઈ

ઇન્ડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં સેન્ટ્રલ રિવોલ્વિંગ સ્ટેજ  બનાવવામાં આવ્યું છે. દેશમાં પ્રથમવાર પીએમ નરેન્દ્ર મોદી રિવોલ્વિંગ સ્ટેજ મારફતે જાહેરજનતાને સંબોધન કરી રહ્યા છે. સ્ટેજ ઉપર ઉપસ્થિત પીએમને ચક્કર નહીં આવે તે રીતે રિવોલ્વિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મેક ઇન્ડિયા ટેકનોલોજી અંતર્ગત એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓએ રિવોલ્વિંગ સ્ટેજની ટેકનોલોજી મુકી છે. રિવોલ્વિંગ માટે મોટરનો અવાજ નહીં આવે તે માટે છેલ્લા 24 કલાક સુધી વિદ્યાર્થીઓએ મહેનત કરી મોટરનો અવાજ બંધ કર્યો છે.

સ્ટેડિયમ બહાર મંડપમાં લોકોને બેસાડવાની વ્યવસ્થા

કાર્યક્રમ માટે 48 કલાકમાં જ  ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી મોટાપાયે  પ્રોફેશનલ્સોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તમામને સ્ટેડિયમમાં સમાવી શકાય નહીં હોય સ્ટેડિયમ બહાર અલગથી મંડપ બનાવવામાં આવ્યો છે. અને 5 વાગ્યા બાદ આવનારને સ્ટેડિયમની બહાર મંડપમાં બેસાડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમ બહાર એલઇડી પણ લગાડવામાં આવી છે. જેથી બહાર બેઠેલા લોકો કાર્યક્રમ નિહાળી શકે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here