મેવાણીએ જ્યાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યાં 21મીએ PM મોદી કરશે પ્રચાર

0
0

લોકસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 21મી એપ્રિલે ગુજરાત ના પ્રવાસે આવશે. જે દરમિયાન પ્રધાનમંત્રી ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. 21એપ્રિલે પીએમમોદી પાટણ યુનિવર્સિટી માં વિશાળ જનસભા સંબોધશે.

તમને જણાવીએ કે, ત્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. જેને લઇને જિજ્ઞેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું. સાથે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. મેવાણીએ કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવવા ની અટકળોને સારી રીતે જીવંત રાખી છે. જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો તે પોલીટિકિલ સુસાઈડ છે. જો કે અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાશે તો તેમની સાથે રાજકીય મિત્રતા નહીં રહે.

વધુમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમિત શાહ અને મોદીને મારી ચેલેન્જ છે કે પાટણ અને બનાસકાંઠા બેઠક પર જીતવા નહીં દઉં. જ્યારે હવે પીએમ મોદી 21મી એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે અને પાટણ યુનિવર્સિટીમાં વિશાળ જનસભા સંબોધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here