મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે CBI, EDના અધિકારીઓ વેસ્ટઈન્ડિઝ જાય તેવી શકયતા

0
23

નવી દિલ્હીઃ નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડું આર્થિક અપરાધીઓને પરત લાવવા માટે સરકારે કોશિશો વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીબીઆઈ અને પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)ના અધિકારીઓ મેહુલ ચૌકસી અને જતિન મહેતાના પ્રત્યાર્પણ માટે વેસ્ટઈન્ડિઝ જઈ શકે છે. આ મિશન માટે એરઈન્ડિયાનું બોઈંગ વિમાન રિઝર્વ કરલામાં આવ્યું છે.

નીરવ-મેહુલને ભારત લાવાનો મુખ્ય હેતુંઃ રિપોર્ટ

  • ચોકસી 13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળામાં આરોપી છે. તે અન્ટીગુઆની નાગરિકતા લઈને અહીં રહી રહ્યાં છે. થોડા દિવસો અગાઉ જ તેણે ભારતીય નાગરિકતા છોડી હતી. વિનસમ ડાયમંડ કંપનીના માલિક જતીન મહેતા પણ બેન્ક ફ્રોડનો આરોપી છે. તેણે ઘણાં વર્ષો પહેલા કેરેબિયન દેશ સેન્ટ કિટસ એન્ડ નેવિસની નાગરિકતા લીધી છે. તેની પર 3,969 કરોડ રૂપિયાની ચૂકવણી ન કરવાનો આરોપ છે.
  • સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ મિશનનો મુખ્ય હેતું મેહુલ ચોકસી અને નીરવ મોદીને ભારત લાવવાનો છે. જોકે નીરવ મોદી હાલ યુરોપ હોવાની માહિતી છે. આ કારણે વેસ્ટઈન્ડિઝથી પરત ફરતી વખતે તપાસ એજન્સીઓના અધિકારીઓ યુરોપ જઈને તેના પ્રત્યાર્પણ માટેની કાર્યવાહી કરી શકે છે.
  • નીરવ અને મેહુલની વિરુદ્ધમાં ઈન્ટરપોલ રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. ઈડીએ ભારત સહિત બીજા દેશોમાં આવેલી બંનેની કરોડો રૂપિયાની સંપતીઓ પણ જપ્ત કરી છે. બંને વિરુદ્ધ મુંબઈ સ્થિત કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટની નોટીસના જવાબમાં બંનેએ કહ્યું હતું કે મોબ લિન્ચિંગના ખતરાને કારણે ભારત આવી શકે તેમ નથી.
  • ગત વર્ષે ફેબ્રુઆરીમાં પંજાબ નેશનલ બેન્કનો ગોટાળો પ્રકાશમાં આવ્યો હતો. નીરવ મોદી અને મેહુલ ચોકસી આ પહેલા જ વિદેશ ભાગી ગયા હતા. બંને પર આરોપ છે કે તેમણે પંજાબ નેશનલ બેન્કની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાંચના અધિકારીઓ સાથે મિલીભગતથી 13,700 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. 2011થી 2018ની વચ્ચે નકલી લેટર ઓફ અન્ડરટેકિંગ્સથી આ રકમ મેળવવામાં મેળવવામાં આવી હતી. આ સપ્તાહમાં એવી માહિતી પણ બહાર આવી છે કે ચોકસીએ એસબીઆઈને પણ 405 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. બેન્કે પોતે આ માહિતી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here