Tuesday, September 28, 2021
Homeમેહુલ ચોકસીનો નવો પ્લાન, કહ્યું પીએનબી ગોટાળા સાથે મારો કોઈ સંબધ નથી
Array

મેહુલ ચોકસીનો નવો પ્લાન, કહ્યું પીએનબી ગોટાળા સાથે મારો કોઈ સંબધ નથી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)ના 13,700 કરોડ રૂપિયાના ગોટાળાના મુખ્ય બે આરોપીઓમાંથી એક મેહુલ ચોકસીએ બુધવારે કહ્યું કે આ મામલામાં જે કંપનીઓની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, તેમાંથી તે કોઈમાં પણ પાર્ટનર નથી. તેમણે દાવો કરતા કહ્યું કે આ કંપનીઓમાંથી હું 2000માં જ બહાર નીકળી ગયો હતો.

જૂની જાણકારીના આધાર પર મારી વિરુદ્ધ રેડ કરવામાં આવીઃ ચોકસી

ચોકસી અને તેનો ભાણીયો નીરવ મોદી બંને જવેલરી સ્ટોર ચેનના માલિક હતા. તેમની પર પીએનબીના કર્મચારીઓની સાથે મળીને દેશનું સૌથી મોટું બેન્કિં ફ્રોડ કરવાનો આરોપ છે.

ચોકસીએ વકીલો દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે મે પીએનબીમાં 1995માં નો યોર કસ્ટમર દસ્તાવેજ દાખલ કર્યા હતા. કેવાઈસીની જૂની જાણકારીના આધાર પર મારા વિરુદ્ધ રેડ કરવામાં આવી છે. મે ઘણીવાર આ માહિતીને અપડેટ કરવાનું ઈચ્છ્યું કારણ કે હું 2000માં જ આ કંપનીઓમાંથી બહાર થઈ ગયો હતો.

ચોકસીએ કહ્યું કે હું મારું દેવું ચુકવવા માંગુ છું. જોકે સંપતિ ફ્રીજ થવાને કારણે હું ચુકવી શકતો નથી. એવામાં મારી પાસેથી લોન પરત ભરવા માટેની આશા ન રાખવી જોઈએ. પંજાબ નેશનલ બેન્ક સાથે 25 વર્ષથી કારોબારી સંબધ હતા. જોકે એક વખત પણ તેમાં ડિફોલ્ટ કર્યું નથી. આ સિવાય મે કયારે પણ ડિફોલ્ટ કરવાનું વિચાર્યું નથી.

ચોકસીએ કહ્યું કે આ મામલાને સારી રીતે પતાવી શકાય છે. જોકે બેન્ક અધિકારીઓએ વારંવાર મારી આ વાતને ધ્યાને ન લીધી. પોતાના આરોપોને યોગ્ય ઠેરવવા માટે જૂના કેવાઈસી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments