- Advertisement -
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કના કરોડો રૂપિયાના ગોટાળાના મુખ્ય આરોપીઓ પૈકીના એક ભાગેડું જવેલર મેહુલ ચોકસી એન્ટીગુઆ અને બારબુડાનો પાસપોર્ટ ધરાવતા હોવા છતાં હાલ તે ભારતીય નાગરિક છે. અને ભારત સરકાર તેના પ્રત્યાર્પણની કોશીશ કરી રહી છે. આ અંગેની માહિતી એક અધિકારીએ જાણીતી ન્યુઝ એજન્સી રોયટર્સને આપી છે. ઉલ્લેખનીય છે કે ચોકસી તેમની સામે કેસ દાખલ થાય તે પહેલા જ ગત વર્ષે ભારત છોડીને ભાગી ગયો હતો.
ચોકસી ગત વર્ષે ભારત છોડીને ભાગી ગયો હતો
-
ચોકસીને પરત ભારતમાં લાવવો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ જ મહત્વનું છે. અને જો ચોકસીને સફળતાપૂર્વક ભારતમાં લાવવામાં આવશે તો આ બાબત મોદી માટે આર્શીવાદ સમાન બનશે. અને તે લોકસભાની ચૂંટણી દરમિયાન ચોકસીના પ્રત્યાર્પણનો ફેલાવો પણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે અગાઉ મોદીએ ઘણી વખત ભષ્ટ્રાચાર સામે લડવાનો વચનો આપ્યા હતા.
-
મેહુલ ચોકસી અને તેમના ભત્રીજા નીરવ મોદીએ બેન્કના અધિકારીઓ સાથે મિલીભગત કરી હતી. અને વિદેશની બેન્કો પાસેથી ક્રેડિટ મેળવી હતી. જોકે આ ફ્રોડમાં તેમની સંડોવણી હોવાની વાતનો બંને ઈન્કાર કરી રહ્યાં છે. હાલ બંને વિદેશમાં છે. ચોકસીએ એન્ટીગુઆ અને બારબુડામાં રોકાણ કરીને તેનું નાગરિકત્વ મેળવ્યું છે. અહીં નક્કી કરેલું રોકાણ કરીને કોઈ પણ વ્યક્તિ નાગરિકત્વ મેળવી શકે છે.
-
જોકે હાલ અધિકારીઓ ચોકસીને ભારતીય નાગરીક જ માની રહ્યાં છે. ગુયાનાના ભારતીય હાઈકમીશનર અને એન્ટીગુઆ અને બરબુડાના નોન રેસિડન્ટ હાઈ કમીશનર વેન્કટાચેલમ મહાલીગમ, સેન્ટ કેટીસ અને નેવિસે આ અંગેની માહિતી ગત અઠવાડિયે જ્યોર્જટાઉન ખાતે એક ઈન્ટરવ્યુમાં આપી હતી.
-
આ અંગે મહાલીગમે વધુમાં જણાવ્યું હતું કે ચોકસીએ તેનું ભારતીય નાગરિકત્વ જતું કર્યું નથી. અમે તેનો પાસપોર્ટ રદ કર્યો છે. પણ એનો અર્થ એ નથી કે અમે તેનું નાગરિકત્વ રદ કર્યું છે. તેમણે આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમે કોઈ વ્યક્તિ તેનું નાગરિકત્વ જતું કરવા તૈયાર હોય તો અમે સહમત છીએ, પરંતુ અહી અમે સહમત નથી.
-
અધિકારીએ કહ્યું હતું કે તમે કોઈ પણ ગુનો કરીને દેશ છોડીને ભાગી જશો. અને અમે તમને તમારું નાગરિકત્વ જતું કરવા દઈશું એમ કયારે પણ બનશે નહિ. આ તો ખરેખર એક મૂર્ખતા છે. ઉલ્લેખનીય છે કે સરકારે ઓગસ્ટમાં ચોકસીના પ્રત્યાર્પણની માંગ કરી છે, અને તેની સામે હાલ મેહુલ ચોકસી લડત આપી રહ્યો છે.
-
જો બંને પક્ષે સહમતિ બંને તો ચોકસીને કોમનવેલ્થ બેઝડ એગ્રીમેન્ટ હેઠળ એન્ટુગુઆમાંથી ભારત લાવી શકાય. પરંતુ હાલ ચોકસીની એન્ટુગિઅન સિટીઝનશીપના કારણે મુશ્કેલી સર્જાઈ છે. જોકે ભારત દ્વી નાગરિકત્વ આપતું નથી.