Sunday, October 24, 2021
Home‘મૈંને હોઠો સે લગાઈ તો હંગામા હો ગયા’ ગીત પર કંગનાએ કર્યો...
Array

‘મૈંને હોઠો સે લગાઈ તો હંગામા હો ગયા’ ગીત પર કંગનાએ કર્યો Dance, વીડિયો વાયરલ

અભિનેત્રી કંગના રાણાવત આજકાલ ખુશમિજાજ દેખાય છે. કંગનાની આ ખુશી આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહિ છે. સામાન્ય રીતે કંગના રાણાવત હંમેશા ગંભીર અદાજમાં જોવા મળે છે. જ્યારે પણ કંગના રાણાવત કાંઈ બોલે છે, ત્યારે ગંભીર વિષય પર બોલે છે. જો કે આજકાલ કંગના રાણાવત સાતમાં આસમાને ફરી રહિ હોય તેવું લાગે છે. કંગના રાણાવતની ખુશીનું કારણ છે કે તેની ફિલ્મ “મણિકર્ણિકા” બોક્સ ઓફિસ પર સફળ રહિ છે.

https://twitter.com/Rangoli_A/status/1102308046372397056

મણિકર્ણિકા ફિલ્મમાં કંગનાની શાનદાર એક્ટિંગનાં ચોતરફ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મનું ડાયરેક્શન પણ કંગનાએ જ કર્યુ છે.  તેથી મણિકર્ણિકાની સફળતાને એન્જોય કરવા માટે કંગના રાણાવતનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં કંગના મણિકર્ણિકાની સક્સેસ પાર્ટી સેલિબ્રેટ કરે છે. આ વીડિયોમાં ક્વિન કંગના બિન્દાસ્ત અંદાજમાં ડાન્સ કરતી નજરે પડે છે. સામાન્ય રીતે આટલા બિન્દાસ્ત અંદાજમાં કંગના રાણાવત ભાગ્યે જ જોવા મળે છે.

https://twitter.com/KanganaFanClub/status/1102409018402693120

કંગના રાણાવતનો આ ડાન્સ વીડિયો તેની બહેન રંગોલ ચંદેલે પોતાનં ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કંગના રાણાવત પોતાની સુપરહિટ ફિલ્મ “ક્વિન”નું ગીત “મેને હોઠો સે લગાઈ તો હંગામા હો ગયા”, પર ડાન્સ કરી રહિ છે. જો કે આ પાર્ટી તેમની ખુદની ફિલ્મની સક્સેસ પાર્ટી હતી. તેવામાં કંગના રાણાવતની ખુશી જાહેર થવી તે સ્વાભાવિક છે.

https://www.instagram.com/p/BumD9IXnbZ-/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

કંગના રાણાવતની આગામી ફિલ્મ રાજકુમાર રાવ સાથે “મેન્ટલ હૈ ક્યા” મે-2019માં રિલીઝ થશે. કંગના રાણાવત અશ્વિની અય્યર તિવારીની ફિલમ “પંગા”માં પણ જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments