Monday, September 20, 2021
Home'મૈં ભી ચોકીદાર'ના જવાબમાં યૂથ કોંગ્રેસે શરૂ કર્યું 'મૈં ભી બેરોજગાર' અભિયાન,...
Array

‘મૈં ભી ચોકીદાર’ના જવાબમાં યૂથ કોંગ્રેસે શરૂ કર્યું ‘મૈં ભી બેરોજગાર’ અભિયાન, દાવો કર્યો હજારો લોકોએ હૈશટેગ કર્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપ મૈં ભી ચોકીદાર અભિયાનની સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જેના જવાબમાં યૂથ કોંગ્રેસે હેશટેગ મૈં ભી બેરોજગાર અભિયાન શરૂ કર્યું છે. આ સોશિયલ મીડિયામાં ટ્રેંડ પણ છે. કોંગ્રેસનો દાવો છે કે તેમનું આ કેમ્પેઈન ભાજપના અભિયાન પર ભારે પડશે. આ હેશટેગની સાથે લાખો બેરોજગાર યુવા ટ્વિટર પર પોતાની હૈયાવરાળ વ્યક્ત કરી રહ્યાં છે.

એક લાખ વખત હૈશટેગનો ઉપયોગ થયો

યુથ કોંગ્રેસમાં સોશિયલ મીડિયા સેલના પ્રભારી વૈભવ વાલિયાએ જણાવ્યું કે મૈં ભી બેરોજગાર હૈશટેગ શનિવારે સવારે 11 વાગ્યે લોન્ચ કરાયું. સાંજ સુધીમાં એક લાખ વખત ઉપયોગ કરાયું. હૈશટેગ ભારત જ નહીં વિશ્વભરમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.

યુથ કોંગ્રેસના અધ્યક્ષ કેશવ ચંદ્ર યાદવે દાવો કર્યો કે અમારું આ કેમ્પેઈન ભાજપના મૈં ભી ચોકીદાર અભિયાન પર ભારે પડશે. દેશ બેરોજગારીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ભાજપ સરકારના નોટબંધી અને જીએસટી જેવાં નિર્ણયોથી લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.

યુથ કોંગ્રેસના પ્રવક્તા અમરીશ પાંડેએ કહ્યું કે ભાજપ સરકારે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપવાનો વાયદો કર્યો હતો. મૈં ભી બેરોજગાર હૈશટેગ તેનો જ જવાબ છે. સરકારની નીતિઓથી નારાજ લાખો યુવકોએ ટ્વિટર પર આ હૈશટેગની સાથે પોતાની પીડા જાહેર કરી છે.

મૈં ભી ચોકીદારને 30 લાખ રિટ્વીટઃ ભાજપ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈના નારા વિરૂદ્ધ વડાપ્રધાન મોદીએ 16 માર્ચે મૈં ભી ચોકીદાર હૂં અભિયાન શરુ કર્યું હતું. મધ્યપ્રદેશના ભાજપ મહાસચિવ વીડી શર્માના દાવા મુજબ, મૈં ભી ચોકીદાર હૈશટેગને અત્યાર સુધીમાં 30 લાખ લોકોએ રિટ્વીટ કર્યું હતું. નમો એપથી વડાપ્રધાન મોદી રવિવારે સાંજે 5 વાગ્યે 500 જગ્યાએ અભિયાનને લઈને ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments