મોટી ફિલ્મો પર પૂરતું ધ્યાન આપવા માટે કંગના રનૌતે અનુરાગ બાસુની ‘ઇમલી’ ફિલ્મ છોડી

0
0

બોલિવૂડ ડેસ્ક: કંગના રનૌતે મોટી ફિલ્મો હાથમાં આવતાં જૂની ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. તારીખો સેટ નથી થતી એવું કારણ આપીને તેણે અનુરાગ બાસુની ફિલ્મ ‘ઈમલી’ને જતી કરી દેવાનું નક્કી કર્યું છે. ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મની સફળતા બાદ કંગનાએ તેની ખુદની બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. આ સિવાય તેણે જયલલિતાની બાયોપિક પણ સાઈન કરી લીધી છે. જ્યારે અશ્વિની ઐયરની ફિલ્મ ‘પંગા’ અને રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યાં’ પહેલેથી જ તેના લિસ્ટમાં સામેલ છે. આ બધી ફિલ્મોને કારણે કંગનાને ‘ઇમલી’ ફિલ્મ માટે સમય નથી મળી રહ્યો માટે તે આ ફિલ્મને છોડી દેશે.

કંગનાએ જણાવ્યું કે, હાલ તે તેના હાથમાં જે મોટા પ્રોજેક્ટ છે તેના પર પૂરતું ધ્યાન આપવા માગે છે, નહીં કે ઇમલી પર. ઇમલી ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2108થી શરૂ થવાનું હતું. આ ફિલ્મમાં કંગનાની સાથે રાજકુમાર રાવને ફાઇનલ કરાયો હતો. કંગનાએ કહ્યું કે, હું ત્યારે મણિકર્ણિકામાં વ્યસ્ત હતી અને મને ઇમલી માટે સમય ન મળ્યો. હવે તે બીજી મોટી ફિલ્મો સાથે જોડાઈ છે અને તેમાં વ્યસ્ત રહેશે.

નેક્સ્ટ ફિલ્મ
ડિરેક્ટર અશ્વિની ઐયરની ફિલ્મ ‘પંગા’માં કંગના કબડ્ડી પ્લેયરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટાર કસ્ટમ જસ્સી ગિલ, રિચા ચઢ્ઢા અને નીના ગુપ્તા પણ સામેલ છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઇ શકે છે. ઉપરાંત પ્રોડ્યૂસર એકતા કપૂરની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યાં’માં રાજકુમાર રાવ અને જિમ્મી શેરગિલ સાથે કંગના જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો પણ હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here