મોડાસાના ઇતિહાસમાં પ્રથમ વાર જૈન સમાજમાંથી દીક્ષા ગ્રહણ કરવાના પ્રસંગ થી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 

0
84

 

મોડાસાના ગર્ભ શ્રીમંત પરિવારની અને ચાર્ટડ એકાઉન્ટન્ટ ધ્વનિ શાહે વૈભવી જીવનશૈલી ત્યાગનો નિર્ણય લઈ પ્રભુ મહાવીરનો માર્ગ અપનાવ્યો છે,,, તેમના આ નિર્ણયને લઇને પરિવારજનો સહિત સમગ્ર જૈન સમાજમાં ઉત્સહનો માહોલ જોવા મળ્યો હતો,, જેને લઇને સમગ્ર મોડાસા શહેરમાં શોભાયાત્રા નિકળી હતી.. શોભાયાત્રા મોડાસા જૈન દેરાસર થી નીકળી મોડાસા શહેરના માર્ગોને પાવન કાર્ય હતા… મોડાસા શહેરમાં નીકળેલ વરસીદાન વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અબાલ,વૃદ્ધ સૌકોઈ જોડાયા હતા.. દીક્ષા ગ્રહણ કરનાર ધ્વનિ શાહને અને વરસીદાન વરઘોડાના નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતા… દીક્ષા ગ્રહણ કરનાર ધ્વનિ શાહે વરઘોડા દરમિયાન રૂપિયા સહીત વિવિધ ચીજ વસ્તુઓનું દાન કરી જૈન શાસનને સમર્પિત થઈ… મુમુક્ષુ ધ્વનિ શાહ ૧૦ માર્ચે સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરશે.

રિપોર્ટર રાહુલ પટેલ CN24NEWS અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here