Tuesday, September 21, 2021
Homeમોડાસાની ખાનગી શાળામાં શિક્ષકે ધો-૬ ના વિદ્યાર્થીને ફટકારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
Array

મોડાસાની ખાનગી શાળામાં શિક્ષકે ધો-૬ ના વિદ્યાર્થીને ફટકારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

મોડાસાની ખાનગી શાળામાં શિક્ષકે ધો-૬ ના વિદ્યાર્થીને ફટકારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો બાદ સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે,, જો કે શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી ક્યારે તે એક સવાલ છે…

બાઈટ – ભોગ બનનાર વિદ્યાર્થી

 

 

સમાજનાં ઘડતરમાં અને બાળકોનાં વિકાસમાં શિક્ષકોનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. જો કે કેટલીક ઘટનાઓ શિક્ષકોની છબીને બગાડતી હોય છે. બાળકોને અહિંસાનાં પાઠ શીખવતા ક્યારેક શિક્ષકો જ ડંડાનો સહારો લેતા હોય છે. મોડાસાની ખાનગી શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતા બાળકો મસ્તી કરતા શિક્ષકે પિત્તો ગુમાવતા એક બાળકને થપ્પડો મારતા બાળકના શરીરે ઉઝરડા અને લાલ ચકામા ઉપસી આવ્યા હતા શિક્ષણ ભય થી સતત ફફડતા બાળક ઘરે જઈ અસહ્ય પીડા સહન કરી માતાપિતાને જણાવ્યું ન હતું પણ આખરે અસહ્ય મારથી બાળકના પીઠ પર લાલ ઉઝરડા ઉપસી આવતા પિતાએ બાળકને પુછાતા બાળકે રડતા-રડતા પિતાને સમગ્ર ઘટના અંગે વાત કરતા પિતાનો ગુસ્સો આસમાને પહોંચતા આવા શિક્ષકને કાયદાના પાઠ ભણાવવાનું નક્કી કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને પહોંચતા ખાનગી શાળાના આચાર્ય અને મંડળના ટ્રસ્ટીઓને જાણ થતા વાલીનો સંપર્ક કરી પોલીસ સ્ટેશને પહોંચી સમજાવટ હાથધરી શાળાનું નામ ખરાબ ના થાય અને શિક્ષકે નોકરી થી હાથધોવા ના પડે તે માટે આખરે બાળકના પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.                                                                                               બાઈટ – ભાવેશ પુવાર, પિતા

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments