Friday, December 3, 2021
Homeમોડાસા : કોલીખડ ગામ નજીક બસ ના સ્ટેરીંગ માં ખામી સર્જાતા પલટી...
Array

મોડાસા : કોલીખડ ગામ નજીક બસ ના સ્ટેરીંગ માં ખામી સર્જાતા પલટી મારી હતી, છ મુસાફરો ઇજાગ્રસ્ત

ગુજરાત રાજ્ય પરિવહન નિગમની અડધો-અડધ બસો યોગ્ય સમારકામ ના અભાવે ખખડધજ હાલત માં ઉપયોગ માં લેવાતી  હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાયી પડવાની  અને અકસ્માત ની ઘટનાઓ છાસવારે બનતી હોય છે” બસ ની મુસાફરી સલામતી ની સવારી” ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.મોડાસા નજીક બાયડ થી મોડાસા તરફ આવતી એસટી બસ ના સ્ટેરિંગ માં ખામી સર્જાતા બસ રોડ પર પલ્ટી જતા ડ્રાઈવર-કંડકટર સહીત ૬ જેટલા મુસાફરોના શરીરે ઈજાઓ પહોંચતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

 

 

બુધવારે કોલીખડ ગામ નજીક રોડ પર દોડતી બસના સ્ટેરિંગમાં ખામી સર્જાતા રોડ પર પલટી જતા ભારે અફડાતફડી મચી હતી બસ ચાલક સહીત કંડક્ટર અને ૪ મુસાફરોના શરીરે ઈજાઓ પહોંચી હતી..  ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા સદનસીબે જાનહાની ટળી હતી અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વરત કરાયો હતો.

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments