Sunday, October 24, 2021
Homeમોડાસા : ઘાંચી આરોગ્ય કેન્દ્ર દ્વારા નિશુલ્ક ડાયાલિસિ સેન્ટર શરૂ કરાતા ગરિબ...
Array

મોડાસા : ઘાંચી આરોગ્ય કેન્દ્ર દ્વારા નિશુલ્ક ડાયાલિસિ સેન્ટર શરૂ કરાતા ગરિબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે મદદરૂપ સાબિત થશે.

મોડાસાની ઘાંચી આરોગ્ય મંડળમાં નિ:શુલ્ક ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે… દાતાઓ દ્વારા ગરીબ દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે હેતુથી ઘાંચી આરોગ્ય મંડળ ખાતે ડાયાલિસિસ સેન્ટરને શરૂ કરવામાં આવ્યું છે… મંડળ દ્વારા ગરિબ દર્દીઓની ચિંતા કરીને આ નિર્ણય લેવાયો હતો,, સામાન્ય રીતે ડાયાલિસિનો ખર્ચ બે હજારથી ત્રણ હજારનો ખર્ચ ત્યારે ગરીબ તેમજ મધ્યમવર્ગીય દર્દીઓને આટલો મોટો ખર્ચ પરવડે તેમ નથી ત્યારે આવા દર્દીઓની ઘાંચી આરોગ્ય મંડળે ચિંતા કરીને નિ:શુલક ડાયાલિસિસ સેન્ટર શરૂ કરીને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે… આ સાથે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ પણ આ ડાયાલિસિસ સેન્ટરમાં આવરી લેવાશે, જેથી સરકારી યોજનાના લાભાર્થીઓને તેનો લાભ મળી રહેશે.. આ પ્રસંગે તાહીર એડનવાલા, હબીબી ઇપ્રોલિયા, બાબુભાઇ ટાઢા, ઇકબાલ ઇપ્રોલિયા, અબ્દુલ રજ્જાક ટીંટોઇયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ – બાબુ ટાઢા, દાતા

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments