Sunday, September 19, 2021
Homeમોડાસા : ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થયેલ ઘુવડ મળી આવતા જીવદયા પ્રેમીઓએ સારવાર...
Array

મોડાસા : ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થયેલ ઘુવડ મળી આવતા જીવદયા પ્રેમીઓએ સારવાર હાથ ધરી

મોડાસામાં ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થયેલ ઘુવડ મળી આવતા જીવદયા પ્રેમીઓએ સારવાર હાથ ધરી હતો,, જો કે મોડે મોડે પણ વન વિભાગને સમય ન મળતા આખરે વનવિભાગે  જીવદયા ફાઉન્ડેશન ખો આપી હતી…

 

 

તાંત્રિક વિધિમાં તાંત્રિકો ઘુવડની બલી ચઢાવતા હોવાથી ઘુવડની પ્રજાતિ નામશેષ થઈ રહી છે, અને તેમાંય સફેદ ઘુવડની પ્રજાતિ દુર્લભ ગણાતી હોય છે… આ પ્રકારના ઘુવડોને તાંત્રિકોમાં વિશેષ મહત્વ હોવાથી લાખ્ખો રૂપિયા ખર્ચાતા હોય છે,, આવું જ દુર્લભ પ્રજાતિનું ઘુવડ ચાઇનિઝ દોરીનો શિકાર બનતા વનવિભાગ આગળ ન આવતા જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડ્યું હતું… મોડાસાની માણેકબાગ સોસાયટીમાંથી ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત બનેલું ઘુવડ જમીન પર પટકાતા કુતારોએ ઘેરી લેતા સ્થાનિક યુવકે બચાવી જીવદયા પ્રેમી જાણ કરતા તાબડતોડ પહોંચી કરુણા અભિયાન એમ્બ્યુલન્સના સહયોગથી ઈજાગ્રસ્ત ઘુવડનું ઓપરેશન હાથ ધરી બચાવી લીધું હતું,,અને વનવિભાગ ટીમને જાણ કરી હતી…જો કે વનવિભાગની ટીમન મોડે મોડે પણ નહોતી પહોંચી અને તેમણે દયા ફાઉન્ડેશનને ખો આપી હતી…                                                                               બાઈટ – નિલેષ જોશી, જીવદયા પ્રેમી

 

 

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments