UKમાં હિમવર્ષા અને વાવાઝોડાંના કારણે જનજીવન ઠપ, 400 વિદ્યાર્થીઓ સહિત 500 લોકો ફસાયા

0
36

ઇન્ટરનેશનલ ડેસ્કઃ  બ્રિટનમાં છેલ્લાં એક અઠવાડિયાથી આવેલા બરફના વાવાઝોડાંના કારણે અહીં જનજીવન ઠપ થઇ ગયું છે અને હજારો લોકો ફસાયા છે. આજે શનિવારે અહીં તાપમાન વધુ નીચું જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે યુકેના મોટાંભાગના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને મુખ્ય રસ્તાઓ પર હજારો કાર ફસાયેલી પડી છે. સ્કોટલેન્ડમાં શનિવાર અને રવિવારે -16C તાપમાન રહેશે. ઇંગ્લેન્ડમાં સબ-ઝીરો ટેમ્પરેચરના કારણે અનેક વાહનચાલકો ફસાયા હતા.

શુક્રવારે યુકેના ઇતિહાસમાં સૌથી ઠંડી રાત

યલો વેધર વોર્નિંગ જાહેર, આજે પારો નીચે
  • યુકેમાં તમામ મોટાં શહેરો અને રાજ્યોમાં બરફની ચાદર છવાયેલી છે. હવામાન વિભાગે આખા યુકેમાં શુક્રવારે બપોર બાદ યલો વેધર વોર્નિંગ જાહેર કરી છે. જે આજે શનિવાર સુધી યથાવત છે. શુક્રવારે સાઉથ વેસ્ટમાં 14 સેમી હિમવર્ષા થઇ હતી.
  • ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ અહીં મોટાંભાગની સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. બંકિઘહામમાં 300 અને કોર્નવૉલ અને ઓક્સફોર્ડશાયરમાં 150 સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી છે.
  • શુક્રવારથી બ્રિટનના બ્રિસ્ટલ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડના 1,28,000 કિમીના રસ્તા પર બરફ જામ થઇ જતાં તમામ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડમાં સતત 12 કલાક સુધી હિમવર્ષા થઇ હતી. જે ઇંગ્લેન્ડના ઇતિહાસનું સૌથી મોટું બરફનું વાવાઝોડું છે. વાવાઝોડાંના કારણે 1,000થી વધુ મકાનો અને બિઝનેસહાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
  • લંડનના હિથ્રો અને સાઉથ યુકેમાં તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. બોર્નમાઉથ એરપોર્ટ અને બ્રિસ્ટલ એરપોર્ટ ઉપરાંત રેલવે લાઇનો પણ બંધ કરી દેવામાં આવી છે.
400 વિદ્યાર્થીઓ સહિત 500 લોકો ફસાયા
  • બ્રિટનના A30 હાઇવે પર અંદાજિત 100થી વધુ લોકો તેમના વાહનોમાં 10 કલાક સુધી ફસાયેલા રહ્યા હતા. જ્યારે બોડમિનની કેલવિથ કોલેજમાં 400 વિદ્યાર્થીઓ ફસાયેલા રહ્યા હતા. ભારે હિમવર્ષા અને વાવાઝોડાંના કારણે સ્કૂલ સુધી બસ નહીં પહોંચતા તમામ સ્ટુડન્ટ્, ટીચર્સને શાળામાં જ રહેવું પડ્યું હતું.
  • બ્રિટન પોલીસ અનુસાર, તેઓને મદદ માટે પ્રતિ દિવસ 10,000થી વધુ ફોન કોલ્સ આવી રહ્યા છે. હવામાન વિભાગે બંકિગહામશાયર, ઓક્સફોર્ડશાયર અને હેમ્પશાયરમાં અમ્બર વોર્નિંગ જાહેર કરી છે. આ રાજ્યોમાં આજે ભારેથી અતિ ભારે હિમવર્ષા થવાની આગાહી છે. યુકેની 2,000 શાળાઓ બંધ છે જેના કારણે 5 લાખ વિદ્યાર્થીઓ ઘરે બેઠાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here