મોડાસા બેંક ઓફ બરોડા નજીક નિવૃત ફોજી જવાનની બાઈક માંથી ૧ લાખની ઝડપ

0
102

 

 

મોડાસામાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના લોકાર્પણ કરે તેના થોડાક જ કલાક અગાઉ મોડાસામાં ચોર લૂંટારુ ગેંગે બેંક ઓફ બરોડા માંથી નિવૃત બીએસએફ ના જવાન અને ખુમાપુરના રહીશ દિલીપસિંહ બળદેવસિંહ જોદ્ધા રૂપિયા ૧ લાખ ઉપાડી બાઈકની ડેકીમાં મુકતા હતા ત્યારે લબરમૂછિયા યુવકે ફોજી જવાન ને કાકા તમારા રૂપિયા પડી ગયા નું કહેતા ફોજી જવાન નીચે પડેલ નોટ લેવા જતા ગઠિયો ૧ લાખ રૂપિયા ભરેલ બેગ લઈ રફુચક્કર થતા ફોજી જવાન હાંફાળો ફાંફાળો બની ગયો હતો.ભર બજારમાં લૂંટની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી બેંકના સીસીટીવી અને નજીકમાં આવેલ એક દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથધરી હતી.

મોડાસાના ખુમાપુર ગામના નિવૃત્ત બીએસએફના જવાન દિલીપસિંહ બળદેવસિંહ જોદ્ધા ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી શનિવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે બેંક ઓફ બરોડા મોડાસામાંથી ૧ લાખ રૂપિયા ઉપાડી દંપતી બેંકની બહાર બાઈકની ડેકીમાં રૂપિયા મુકતા હતા ત્યાં એક યુવકે બાઈક આજુબાજુ યુક્તિપૂર્વક રૂપિયાની નોટો નાખી દંપતીને તમારા રૂપિયા પડી ગયા છે કહેતા ફોજી જવાન રૂપિયા લેવા જતા બાઈકની ડેકીમાં થેલામાં મુકેલા ૧ લાખ રૂપિયાની ચીલઝડપ કરી યુવક ફરાર થઈ જતા બીએસએફ જવાનને આબાદ લૂંટનો ભોગ બન્યા ની જાણ થતા બુમાબુમ કરતા આજુબાજુમાંથી દુકાનદારો દોડી આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા રૂપિયા પડી ગયા હોવાનું કહેનાર ગઠિયો ફોજી જવાનની પત્નીએ ઓળખી બતાવ્યો હતો પીળા કલરનું શર્ટ પહેરનાર ગેંગનો સભ્ય તેના સાથીઓ સાથે લૂંટની ઘટનાને અંજામ અપાતા પહેલા ઝાળ બિછાવવા અંગે ચર્ચા કરતો આબાદ સીસીટીવી કેમેરામાં કેદ થતા ચીલઝડપની ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુ ગેંગને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

 અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ખાખીનો ખોફ સામે ચોર,લૂંટારુ,ઘરફોડિયા ગેંગ બેખોફ બની હોય તેમ ખાખીને ચેલેન્જ આપી લૂંટની ઘટનાઓને અંજામ આપતા પ્રજાજનો અસલામતી અનુભવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર ગૃહ મંત્રી પ્રદીપસિંહની સરભરા અને આવકારવા સજ્જ બન્યું હતું બીજીબાજુ ગૃહમંત્રીની મુલાકાત ટાણે ચોર લૂંટારુ ગેંગે પોલીસનું નાક વધ્યું હોય તેવી ઘટનાને અંજામ આપતા ચકચાર મચી હતી
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here