Wednesday, December 8, 2021
Homeમોડાસા : મહિલા દિવસ નિમિત્તે શાળાની વિદ્યાર્થિનીઓનું સન્માન કરીને મહિલા દિવસની અનોખી...
Array

મોડાસા : મહિલા દિવસ નિમિત્તે શાળાની વિદ્યાર્થિનીઓનું સન્માન કરીને મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહિલા દિવસ નિમિત્તે શાળાની વિદ્યાર્થિનીઓનું સન્માન કરીને મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ,, જેમાં મહિલા સ્ટાફ સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
રાજ્ય સહિત સમગ્ર દેશમાં મહિલા દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી થઇ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી,, મોડાસા નગર પાલિકા બગિચા ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રાયમરી, માધ્યમિત તેમજ ઉચ્ચત્તર માધ્યમિકની વિદ્યાર્થિનીઓ સહિત શૈક્ષણિક સ્ટાફ પણ જોડાયો હતો,, આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન રમત-ગમત, શૈક્ષણિક, સાંસ્કૃતિ સહિતની પ્રવૃત્તિઓમાં અવ્વલ આવનાર વિદ્યાર્થિનીઓનું સન્માન કરાયું હતું,,, આ સાથે જ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહએ પ્રારંભિક પ્રવચનમાં શ્રષ્ઠ મહિલા તરીકે નિર્મલા સિતારમણનું ઉદાહરણ આપીને શાળાની દીકરીઓને પ્રોત્સાહિત કરાયા હતા,,,
રિપોર્ટર : રાહુલ પટેલ,CN24NEWS, અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments