Wednesday, September 28, 2022
Homeમોડાસા : લો કોલેજ ખાતે વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓને સાઈબર ક્રાઇમ નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન...
Array

મોડાસા : લો કોલેજ ખાતે વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓને સાઈબર ક્રાઇમ નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું

- Advertisement -

મ.લા. ગાંધી સંચાલિત એન .એસ પટેલ કોલેજમાં વાર્ષિકોત્સવ  મંડળના પ્રમુખ નવિનચન્દ્ર મોદીના અધ્યક્ષતામાં   યોજવામાં આવ્યો હતો. સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરી હતી. ત્યારબાદ કોલેજ ના આચાર્ય ડો.રાજેશ વ્યાસે મેહમાનો ને આવકાર્યા અને અંકિતાબેન ઉપાધ્યાયએ વર્ષ દરમ્યાન કોલેજમાં થયેલ વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.

 

 

આ પ્રસંગે સાઇબર ક્રાઈમ એક્સપર્ટ  ડો.ચિંતન  પાઠક વર્તમાન સમયમાં વધી રહેલા સાઇબર ગુના અંગ વિવિધ ઉદાહરણો આપી લો કોલેજના વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી.  આ સમારંભમાં સંસ્થાના સેક્રેટરી મહેન્દ્ર વી શાહ લો કોજના આચાર્ય ડો. રાજેશ વ્યાસ કોમર્શ કોલેજના આચાર્ય સુધીર જોશી અને મોટી સંખ્યામાં લો કોલેજ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ ને સફળ બનાવામાં લો કોલેજ ના પ્રોફેસર ડો. શ્રોફ અધ્યાપિકા  અંકિતા બેન તેમજ કરણ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular