મોડાસા : સરસ્વતી વિદ્યાલય ખાતે પંચામૃત કાર્યક્રમમાં ધો.10-12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો

0
117

 

મોડાસા સરસ્વતી વિદ્યાલય ખાતે પંચામૃત કાર્યક્રમમાં ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી,

 

 

 

 

કાર્યક્રમ ના મંચ પર શાળાના વિદ્યાર્થીઓ એ દર્શાવેલી તમામ કૃતિઓ દેશના જવાનોને અર્પણ કરી હતી,હાલ ચાલતા ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિ માં દેશ ના વીર જવાનોના જોમ અને જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમ માં મોડાસા નગર ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષક પરિવાર ઉપસ્થિત આગેવાનો નો કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here