Tuesday, October 26, 2021
Homeમોડી રાત્રે ST કર્મચારીઓની હડતાળ સમેટાઈ, સાતમા પગારપંચની માગણી લેખિતમાં સ્વીકારાઈ
Array

મોડી રાત્રે ST કર્મચારીઓની હડતાળ સમેટાઈ, સાતમા પગારપંચની માગણી લેખિતમાં સ્વીકારાઈ

અમદાવાદઃ એસટી નિગમના કર્મચારીઓની બે દિવસથી અચોક્કસ મુદતની હડતાળ બાદ શુક્રવારે મોડી રાત્રે વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કર્મચારીઓને સાતમા પગાર પંચ સહિત અન્ય પડતર માગણીઓને પગલે એક સપ્તાહમાં નિર્ણય લેવા આશ્વાસન અપાતા હડતાળ પાછી ખેંચાઈ હતી. જેના પગલે રાત્રે 12 વાગ્યાથી જ રાજ્યભરમાં બસો દોડતી થઈ હતી.

કર્મચારીઓએ બપોરે શર્ટ કાઢી સૂત્રોચ્ચાર કરી CMના પૂતળાંના છાજિયાં લીધાં હતાં

મોડી રાત્રે મંત્રીએ તેમને મંત્રણા માટે બોલાવ્યા હતા

આ અગાઉ નિગમના એમડીએ સંકલન સમિતિ સાથે મંત્રણા યોજી હતી. દરમિયાન મંત્રણા માટે  પરિવહન મંત્રીનો સંદેશો આ‌વતા સંકલન સમિતિના અગ્રણીઓ ગાંધીનગર ગયા હતા. મંત્રણા દરમિયાન ફળદુએ કર્મચારીઓને હડતાળ પાછી ખેંચવા જણાવતા સાતમા પગાર પંચ અંગે આગામી બે-ત્રણ દિવસમાં ફરીથી મુખ્યમંત્રી દ્વારા નિમાયેલી કમિટી સાથે મંત્રણા કરી યોગ્ય પગલાં લેવાં જણાવ્યું હતું.

જો કે સંકલન સમિતિના  અગ્રણીઓએ મૌખિક નહીં, પરંતુ લેખિત આશ્વાસન આપવાની માગ થતા મંત્રીએ લેખિત આશ્વાસન આપવાની ના પાડી હતી. જેથી સંકલન સમિતિના અગ્રણીઓ ત્યાંથી રવાના થયા હતા ત્યારબાદ ફરીથી મોડી રાત્રે મંત્રીએ તેમને મંત્રણા માટે બોલાવ્યા હતા જેમાં ચર્ચા બાદ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે ફળદુએ જણાવ્યું કે, મારી સાથે બેઠક થઈ છે સરકારે તેમને સાંભળી વાજબી નિર્ણય કરવાની ખાતરી આપી છે.
કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ
સાતમા પગારપંચ સહિતની માગણીઓ સરકારે સ્વીકારી હોવાની જાણ થતાં અમદાવાદ સહિત રાજ્યભરના તમામ કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઉજવણી બાદ તમામ કર્મચારીઓ પોતાની ફરજ પર લાગી ગયા હતા અને સમયપત્રક મુજબ બસોનું સંચાલન શરૂ કર્યું હતું. જેના કારણે મુસાફરોએ પણ રાહતનો દમ લીધો હતો.
177 રૂટ પર 1002 ખાનગી બસ મુકાઈ હતી
એસટી કર્મીઓની હડતાલને પગલે બસ સંચાલન ઠપ થઈ ગયું છે. રાજ્યમાં વાહન વ્યવહાર પૂર્વવત ન બને અને નાગરિકોને સુવિધા મળી રહે તે માટે ખાનગી બસ ઓપરેટરનોની મદદથી એસટીના નિયત ભાડા સાથે રાજ્યના 177 રૂટ પર 1002 બસોનું સંચાલન કરાઈ રહ્યું છે. મુસાફરોને પ્રાઈવેટ ટેક્સી, જીપ સહિત અન્ય વાહનોની પણ સુવિધા આપવામાં આવી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments