Sunday, October 24, 2021
Homeમોદીએ કહ્યું- ચૂંટણી આવતાં જ કોંગ્રેસને ખેડૂતોના દેવાં માફ કરવાનો તાવ ચડે...
Array

મોદીએ કહ્યું- ચૂંટણી આવતાં જ કોંગ્રેસને ખેડૂતોના દેવાં માફ કરવાનો તાવ ચડે છે

જમ્મુઃ વડાપ્રધાન મોદીએ રવિવારે જમ્મુ કાશ્મીરના લદ્દાખ માટે 1200 કરોડના પ્રોજેક્ટનો પાયો નાંખ્યો. જેમાં 480 કરોડ રૂપિયાની કિંમતથી બનનારા એરપોર્ટની ટર્મિનલ બિલ્ડિંગ પણ સામેલ છે. વડાપ્રધાને લદ્દાખ યુનિવર્સિટીનું પણ ઉદ્ઘાટન કર્યું. મુખ્ય કાર્યક્રમ લેહમાં થયો. વડાપ્રધાને લેહ અને જમ્મુમાં રેલીને સંબોધિત કરી. મોદી કાશ્મીર ઘાટી પણ જશે. મોદી વડાપ્રધાન બન્યા પછી 11મી વખત કાશ્મીરનાં પ્રવાસે છે. મોદીના આ પ્રવાસ પહેલા અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુખને નજરદેક કરાઈ દેવાયો છે.

લદાખ ઓટોનોમસ હિલ ડેવલેપમેન્ટ કાઉન્સિલ એક્ટમાં ફેરફારને કારણે હું ખુશ છું- મોદી

લેહમાં મોદીએ કહ્યું કે- બિલાસપુર-મનાલી-લેહ લાઈનનું નિર્માણ પુર્ણ થઈ ગયુ છે. જેથી દિલ્હીથી લેહનાં અંતરમાં ઘટાડો થશે. જેનાથી પર્યટન ક્ષેત્રેને પણ ફાયદો થશે. તેમણે કહ્યું કે, લદાખ ઓટોનોમસ હિલ ડેવલેપમેન્ટ કાઉન્સિલ એક્ટમાં ફેરફારને કારણે હું ખુશ છું. હવે પરિષદ તેમનાં ક્ષેત્રમાં ખર્ચ અંગેનો નિર્ણય લઈ શકશે.

સંરક્ષિત ક્ષેત્રમાં પર્યટકો હવે 10ની જગ્યાએ 15 દિવસ રહી શકશે

મોદીએ ટૂરિસ્ટ અને ટ્રેકર માટેના નવા માર્ગનું પણ ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાને કહ્યું- કારગિલ અને લદ્દાખમાં ગત વર્ષે ત્રણ લાખ પર્યટકો આવ્યાં હતા. તેઓએ લેહ-લદ્દાખના સંરક્ષિત ક્ષેત્રમાં પરમિટથી રહેવાની અવધિ 10 દિવસથી વધારે 17 દિવસ કરી છે.

મોદી AIIMSનું પણ શિલાન્યાસ કર્યું

વડાપ્રધાન વિજયપુર અને અવંતીપોરામાં AIIMSની આધારશિલા પણ રાખી. હાલમાં જ કેન્દ્રીય કેબિનેટે કાશ્મીરમાં AIIMS બનાવવા અંગે મંજૂરી આપી હતી. મોદી જમ્મુમાં ભારતીય જનસંચાર સંસ્થાન (IIMC)ના ઉત્તરી રીઝનલ સેન્ટરનું પણ શિલાન્યાસ કર્યું. તે 400 કિલોવોટના જલંધર-સાંબા-રાજૌરી-શોપિયાં-અમરગઢ (શોપીયાં) ટ્રાંસમિશન લાઈનનું પણ લોકાર્પણ કરશે. મોદી ચિનાબ નદી પર 1640 મીટરના ડબલ લાઈન પુલની પણ આધારશિલા રાખશે. આ પુલ બન્યાં બાદ સજવાલ અને ઈન્દ્રી વચ્ચેનું અંતર 47 કિલોમીટરી ઘટીને 5 જ કિલોમીટર થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments