Tuesday, January 18, 2022
Homeમોદીએ કહ્યું- લોકસભા ચૂંટણી પછી મે માસમાં ફરી કરીશ મન કી બાત
Array

મોદીએ કહ્યું- લોકસભા ચૂંટણી પછી મે માસમાં ફરી કરીશ મન કી બાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રવિવારે મનકી બાત કાર્યક્રમની મદદથી 53મી વખત દેશવાસીઓને સંબોધિત કર્યાં. તેઓએ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે આ શહાદત આતંકના મૂળને નષ્ટ કરવા માટે આપણને સતત પ્રેરિત અને આપણાં સંકલ્પને મજબૂત કરશે.

આ પહેલાં તેઓએ શો સાથે જોડાયેલી એક ટ્વીટ કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે આજે મનકી બાત સ્પેશિયલ હશે. પછી કહેતા નહીં કે મેં તમને જણાવ્યું ન હતું.

‘હવે મન કી બાત બે મહિના પછી’

 મોદીએ કહ્યું, “મન કી બાત કાર્યક્રમના માધ્યમથી તમારી લોકોની સાથે જોડાવવાનો મારો એક અનોખો જ અનુભવ રહ્યો. રેડિયોના માધ્યમથી હું એક રીતે કરોડો પરિવાર સાથે રૂબરૂ થઉ છું. અનેક વખત તો તમારા સૌની સાથે વાત કરતાં, તમારી ચિઠ્ઠીઓ વાંચતા કે તમારા ફોન પર મોકલેલાં વિચારો સાંભળતા મને એવું પ્રતીત થતું કે તમે મને તમારા પરિવારનો એક સભ્ય જ માનો છો. આ મારા માટે ઘણી જ સુખદ અનુભવ રહ્યો.”

“હું લોકસભા ચૂંટણી 2019 પછી ફરી એક વખત નવા વિશ્વાસની સાથે તમારા આશીર્વાદની તાકાતની સાથે ફરી એક વખત મન કી બાતના માધ્યમથી આપણી વાતચીતના સિલસિલાનો આરંભ કરીશ અને વર્ષો સુધી તમારી સાથે મન કી બાત કરતો રહીશ. ચૂંટણી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે. આગામી બે મહિના આપણે સૌ ચૂંટણીમાં વ્યસ્ત હશું. હું પોતે આ ચૂંટણીમાં એક ઉમેદવાર હોઈશ. સ્વસ્થ લોકશાહીની પરંપરાનું સન્માન કરતા આગામી મન કી બાત મે મહિનાના છેલ્લાં રવિવારે કરીશું.”

વીરોએ આપણી રક્ષામાં પોતાને ખપાવી દીધા’ 

મોદીએ કહ્યું, “આજે મન વ્યથિત છે. 10 દિવસ પૂર્વે ભારત માતાએ પોતાના વીર સપૂતોને ગુમાવ્યાં. આ પરાક્રમી વીરોએ આપણી રક્ષામાં પોતાને ખપાવી દીધાં. દેશવાસીઓ નિરાંત ઊંઘી શકે, તેના માટે જવાનોએ પોતાના દિવસ-રાત આપી દીધાં. શહીદો અને તેમના પરિવાર પ્રત્યે ચારો તરફથી સંવેદનાઓ ઉમટી રહી છે. જે આવેગ તમારા મનમાં છે, તે ભાવ દરેક દેશવાસીઓના અંતર્મનમાં છે. વિશ્વના લોકોના મનમાં પણ છે. ભારત માતાની રક્ષામાં પોતાના પ્રાણ  ન્યોછાવર કરનારાં દેશના તમામ વીર સપૂતોને હું નમન કરુ છું. દેશની સામે આવેલાં પડકારનો આપણે જાતિવાદ, સંપ્રદાયવાદ, ક્ષેત્રવાદ અને અન્ય મતભેદોને ભુલીને કરવાનો છે કે જેથી આતંક વિરૂદ્ધ આપણાં પગલાં પહેલાંથી વધુ દ્રઢ, સશક્ત અને નિર્ણાયક બને.”

‘વોર મેમોરિયલની જોવાતી રાહનો હવે અંત’: મોદીએ કહ્યું કે, “આઝાદીના આટલાં વર્ષ સુધી આપણને બધાંને વોર મેમોરિયલની રાહ હતી, તે રાહ હવે ખતમ થવા જઈ રહી છે. મેં નિશ્ચય કર્યો હતો કે દેશમાં એક એવું સ્મારક જરૂરથી હોવું જોઈએ. મને ખુશી છે કે સ્મારક આટલાં ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે. 25 ફેબ્રુઆરીએ આપણે બધાં દેશવાસીઓ આ મેમોરિયલને સેનાને સુપુર્દ કરીશું.”

“મને વિશ્વાસ છે કે દેશવાસીઓએ માટે રાષ્ટ્રીય સૈનિક સ્મારક જવું એ કોઈ તીર્થસ્થળ જવા સમાન હશે. રાષ્ટ્રીય સૈનિક સ્મારક સ્વતંત્રતા પછી સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતિક છે. રાષ્ટ્રીય સૈનિક સ્મારકની ડીઝાઈન આપણાં અમર સૈનિકોના અદમ્ય સાહસને રજૂ કરે છે. રાષ્ટ્રીય સૈનિક સ્મારકનો કોન્સેપ્ટ ફોર કન્સેંટ્રિક સર્કિલ્સ એટલે કે ચાર ચક્રો પર કેન્દ્રિત છે જે અંતર્ગત- અમર ચક્ર, વીરત ચક્ર, ત્યાગ ચક્ર, રક્ષક ચક્ર. જ્યાં તેમના જન્મથી લઈને શહાદત સુધીનો ઉલ્લેખ છે.”

“ઓક્ટોબર 2018માં મને નેસનલ પોલીસ મેમોરિયલ દેશને સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. દેશના તે પુરૂષ, મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞ થવું જોઈએ જે સતત આપણી સુરક્ષા માટે લાગેલાં હોય છે. હું આશા કરું છું કે તમે રાષ્ટ્રીય સૈનિક સ્મારક અને પોલીસ મેમોરિયલને જોવા જરૂરથી આવશો. તમે જ્યારે પણ જાવ ત્યારે ત્યાં લીધેલી તસવીરોને સોશિયલ મીડિયા પર જરૂરથી શેર કરો જેથી બીજા લોકો આ મેમોરિયલને જોવા ઉત્સુક થાય.”

‘મોરારજી ભાઈએ કઠિન સમયમાં દેશનું નેતૃત્વ કર્યું’

મોદીએ કહ્યું કે, “દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો 29 ફેબ્રુઆરીએ જન્મદિવસ છે. આ દર ચાર વર્ષે આવે છે. શાંતિપૂર્ણ વ્યક્તિત્વના ધની મોરારજી દેશના સૌથી અનુશાસિત નેતાઓમાંથી એક હતા. તેઓએ તે કઠિન સમયમાં ભારતનું કુશલ નેતૃત્વ કર્યું, જ્યારે દેશમાં લોકશાહીને ખતરો હતો. જેના માટે આપણી આવનારી પેઢી તેમની આભારી રહેશે. મોરારજીએ લોકશાહીની રક્ષા માટે કટોકટી વિરૂદ્ધના આંદોલનમાં તેઓની ભૂમિકા પણ સક્રિય હતી.”

“1977માં જ્યારે જનતા પાર્ટી ચૂંટણી જીતી ત્યારે મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બન્યાં. તેમના કાર્યકાળમાં 44મું બંધારણ સંશોધન લાવવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ એટલા માટે છે કેમકે કટોકટી દરમિયાન 42મું સંશોધન લાવવામાં આવ્યું હતું. 42માં સંશોધનમાં તેવી જોગવાઈ કરવામા આવી હતી કે બંધારણના અનુછેદ 20, 21 અંતર્ગત મળેલાં મૌલિક-અધિકારોને કટોકટીમાં હનન ન કરવામાં આવી શકે. પહેલી વખત એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે મંત્રીમંડળમાં લેખિત અનુશંસા પર જ રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરશે. ભારતીય લોકશાહીના માહાત્મયને બનાવી રાખવામાં તેમના અમૂલ્ય યોગદાનને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular