Monday, January 24, 2022
Homeમોદીએ કહ્યું- હવે સમય આતંકવાદની ચર્ચાનો નહિ પણ તેની સામે એકજૂથ થઈને...
Array

મોદીએ કહ્યું- હવે સમય આતંકવાદની ચર્ચાનો નહિ પણ તેની સામે એકજૂથ થઈને લડવાનો છે

સિયોલઃપીએમ મોદીનાં દક્ષિણ કોરિયાના પ્રવાસનો આજે બીજો દિવસ છે. દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપિત મૂન જે-ઈને પોતાના સરકારી આવાસ બ્લૂ હાઉસમાં મોદીનું ઔપચારિક સ્વાગત કર્યુ હતુ. આ પહેલા વડાપ્રધાને યુદ્ધમાં શહીદ થયેલા એક લાખ 65 હજાર કોરિયાઈ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

મોદીએ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આતંકવાદ સામે સાથ આપવા માટે રાષ્ટ્રપતિ મૂનનો આભાર માન્યો હતો. કહ્યું કે, દક્ષિણ કોરિયા સાથેની મૈત્રીમાં વધારો કરવામાં ડિફેન્સ સેક્ટરનો મહત્વનો ભાગ છે. કોરિયાઈનાં K-9 તોપ ભારતીય આર્મીમાં સામેલ કરાઈ છે.

 

ગુરુવારે સિયોલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે, અમારું લક્ષ્યાંક આવાનારા 15 વર્ષમાં દુનિયાનાં ટોચનાં ત્રણ દેશોમાં સામેલ થવાનું છે. આપણે દુનિયામાં મહાત્મા ગાંધીનો પ્રચાર કરવો જોઈએ. શુક્રવારે મને શાંતિ પુરસ્કાર આપવામા આવશે. જે મારા એકલાનો નહીં પરંતુ ભારતનાં 130 કરોડ ભારતીયો અને વિદેશમાં રહેનારા 3 કરોડ ભારતીયોનો છે. આ પુરસ્કાર ભારતીયોનાં પરિશ્રમની નિશાની છે. મોદી સિયોલ શાંતિ પુરસ્કાર મેળવનારા 14માં વ્યક્તિ છે. આ પુરસ્કાર 1988માં સિયોલ ઓલમ્પિકનાં સફળ આયોજન બાદ શરૂ કરાયો હતો. આ પહેલા મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યુ છે. ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ મૂન-જે-ઈન સાથે સ્પેશયલ સ્ટ્રેટજિક પાર્ટનરશિપની મજબૂતી વધારવા માટેની વાતચીત કરશે.

ગાંધીજીએ સંસાધન છોડવાની વાત કરીઃ મોદી

મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધી કહેતા હતા કે પરમાત્માએ માનવીની જરૂરિયાત માટે બધુ આપ્યુ છે, પરંતુ માનવી માટે આ તમામ ચીજો ઓછી પડે છે. જેથી માનવીએ જરૂરિયાત પ્રમાણે જીવન જીવવું જોઈએ. ગાંધીજીનાં સમયે ગ્લોબલ વોર્મિંગ પર કોઈ ચર્ચા થતી ન હતી. તેમને કોઈ કાર્બન ફુટપ્રિન્ટ છોડ્યા નથી. તેમણે હંમેશા આવાનારી પેઢી માટે બંધારણ છોડવાની વાત કરી છે. ગાંધીજી કહેતા હતા કે, જો આપણે આવુ નહીં કરીએ તો આપણે જ આપણા બાળકોનો અધિકારી છીનવી લઈશું. માનવજાતિ આજે આતંકવાદનાં સંકટ સામે લડી રહી છે. ગાંધીજીનો સંદેશ અહિંસાનાં અને હ્રદય પરિવર્તનનાં માધ્યમથી હિંસાના રસ્તા પર ચાલનારા લોકોને સાચા માર્ગે લાવવાનો છે.

ચૂંટણી પહેલા મોદીનો છેલ્લો પ્રવાસ

લોકસભા ચૂંટણી પહેલા મોદીનો આ અંતિમ વિદેશ પ્રવાસ છે. જો કે તેમના ભૂટાન પ્રવાસે જવાની ચર્ચાઓ છે. પરંતુ આ અંગે બન્ને દેશો તરફથી કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. 2017માં સત્તા મેળવ્યા પછી રાષ્ટ્રપતિ મૂને દેશનાં પારંપરિક ફોકસ(જેમાં યુએસ, જાપાન, ચીન અને રશિયા સામેલ છે)માં સદર્ન પોલિસી હેઠળ ભારતનો પણ સમાવેશ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular