મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું- તે માતા-પિતા નિષ્ફળ જેઓ પોતાના સપનાંઓને બાળકો પર થોપે છે

0
21

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવા માટે આજે એક ખાસ મેસેજ આપ્યો. તાલકોટરા સ્ટેડિયમમાં થનારી ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સિવાય અમુક વડીલો અને શિક્ષકો પણ સામેલ થયા છે. પીએમઓ પ્રમાણે આ ‘પરીક્ષા પર ચર્ચા 2.0’ છે. ગયા વર્ષે પણ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ તેનો જ આગામી કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના બે હજાર વિદ્યાર્થીઓ, વડીલો અને શિક્ષકોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ સામેલ થયા છે. જ્યારે અમુક વિદ્યાર્થીઓ કોલેજના છે.

દરેક સરકારી અને માધ્યમિક શિક્ષા બોર્ડની સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કાર્યક્રમના સીધા પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમનો ઉદ્દેશ બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવાનો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે.

રશિયા, ઈરાન સહિત 8 દેશના વિદ્યાર્થીઓ ભાગ લીધો

આ કાર્યક્રમમાં શિક્ષકો માટે ‘શિક્ષકો કી સોચ’ અને વડીલો માટે ‘મેરી પરીક્ષા નાયક સે સીખના’ થીમ પણ રાખવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓમાં રશિયા, નાઈજીરિયા, ઈરાન, નેપાલ, દોહા, કુવૈત, સાઉદી અરબ અને સિંગાપોરના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા છે. આ વર્ષે 10 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here