Wednesday, September 28, 2022
Homeમોદીજી સન્યાંસ લેશે તો હું પણ નિવૃત્તિ લઈ લઈશ- સ્મૃતિ ઈરાની
Array

મોદીજી સન્યાંસ લેશે તો હું પણ નિવૃત્તિ લઈ લઈશ- સ્મૃતિ ઈરાની

- Advertisement -

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવૃત્ત થયા પછી તે પણ રાજકારણ છોડી દેશે. રવિવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કરી છે. અહીં સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યું છે કે, 2019માં ભાજપ સત્તામાં આવશે કે નહીં? આ વિશે સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, લોકોને એવું લાગે છે કે, મોદીજી રાજકારણમાં વધારે સમય નહીં રહે, પરંતુ મને વિશ્વાસ છે કે, તેઓ રાજકારણમાં ઘણાં વર્ષો રહેશે.

કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ મોદીજી સિવાય અન્ય નેતા સાથે કામ કરવા નથી માગતી. આ વિશે તેમણે કહ્યું કે, હું અત્યારે રાજનાથ સિંહ અને નિતિન ગડકરીજી સાથે કામ કરી રહી છું. છેલ્લાં 18 વર્ષમાં મેં ઘણાં નેતા સાથે કામ કર્યું છે. મને વાજપેયીજી અને અડવાણીજી જેવા નેતાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. આ મારા માટે ગર્વની જ વાત છે.

અમેઠીથી ચૂંટણી લડવાનો નિર્ણય પાર્ટી કરશે

2019ની લોકસભા ચૂંટણી લડવાના સવાલ પર સ્મૃતિએ કહ્યું કે, હું અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડીશ કે નહીં તેનો નિર્ણય ભાજપ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરશે. તેમણે કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણી વખતે મને અમેઠીના લોકો બહુ નહતા ઓળખતાં પરંતુ હવે બધા મને ઓળખે છે કે હું કોણ છું. 2014માં લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અને કુમારક વિશ્વાસ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા. જોકે અહીં રાહુલ તેમની સીટ જીતવામાં સફળ રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular