Saturday, October 23, 2021
Homeમોદીના ખાસ અને વિવાદાસ્પદ જયંતી ભાનુશાળીની જિ.પં.સભ્યથી લઈ MLA સુધીની સફર
Array

મોદીના ખાસ અને વિવાદાસ્પદ જયંતી ભાનુશાળીની જિ.પં.સભ્યથી લઈ MLA સુધીની સફર

અમદાવાદઃ પ્રદેશ બીજેપીના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની આજે હત્યા કરી દેવાઈ છે. અમદાવાદમાં રહેતા અને કચ્છ જિલ્લામાં દબદબો ધરાવતા જયંતી ભાનુશાળી માત્ર 8 ધોરણ પાસ હતા. તેમણે જિલ્લા પંચાયતના સભ્યથી લઈ ધારાસભ્ય અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર સુધીની રાજકીય સફર ખેડી હતી. ઉલ્લેખનીય છે કે, ભાનુશાળી પર દુષ્કર્મના પણ આરોપ લાગ્યા હતા.

54 વર્ષીય જયંતી પરસોતમ ભાનુશાળી મૂળ અબડાસા તાલુકાના હાજાપર ગામના રહેવાસી છે. તેમણે રાજકીય કરિયરની શરૂઆત 1995માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કરી હતી. તેઓ વર્ષ 2000 સુધી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા. ત્યાર બાદ કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો અને આ દરમિયાન રાજ્ય સરકારની સાથે મળીને સક્રિય બની કામ કર્યું હતું.

2007માં ધારાસભ્ય બન્યા

ત્યાર બાદ તેમને વર્ષ 2007 અબડાસા બેઠક પરથી બીજેપીની ટીકીટ આપવામાં આવી અને ધારાસભ્ય બન્યા હતા.

2010માં એકનો એક પુત્ર ગુમાવ્યો

વર્ષ 2010માં જયંતી ભાનુશાળીના એકના એક પુત્ર અનિરુદ્ધ ભાનુશાળીનું કાર અકસ્માતમાં મોત થયું હતું. આ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ અશોક ભટ્ટ તેમને સાંત્વના આપવા માટે ગયા હતા.

2012માં છબિલ પટેલ સામે વિધાનસભા ચૂંટણીમાં પરાજીત થયા

પરંતુ 2012માં અબડાસા બેઠક પરથી તેઓ કોંગ્રેસના છબિલ પટેલ સામે હારી ગયા. જોકે, દરમિયાન તેઓ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા. પરંતુ 2012માં જયંતી ભાનુશાળીના કટ્ટર રાજકીય હરિફ છબિલ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં જોડાયા અને 2017માં બીજેપીની ટીકીટ પર ધારાસભ્ય બન્યા. જ્યારે જયંતી ભાનુશાળીને પ્રદેશ બીજેપીના ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમજ 2017માં તેમની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર પદે પણ નિયુક્તિ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments