Sunday, September 19, 2021
Homeમોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની ડેડલાઈન ચૂકાઈ, યોજના પૂરી થવામાં વિલંબ થશે-જાપાન
Array

મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની ડેડલાઈન ચૂકાઈ, યોજના પૂરી થવામાં વિલંબ થશે-જાપાન

મુંબઈ : પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગ્રહણ લાગી ગયું છે. હવે જાપાને પણ હાથ ઊંચા કરી દીધા છે. જાપાનનું કહેવું છે કે આ યોજના પૂર્ણ થવામાં વિલંબ થશે. પણ આ યોજના ક્યારે પૂર્ણ થશે એ અંગે પણ અમે નહીં કહી શક્યે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની ધીમી પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરતા જાપાને જણાવ્યું છે કે, 2022 સુધીમાં આ યોજના પૂરી થવામાં વિલંબ થશે કે કેમ તે અંગે અમે કશું કહી શક્તા નથી.

ડિસેમ્બર 2018ની ડેડલાઇન મિસ

જાપાનના કોન્સૂલ જનરલ રયોજી નોડાએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં થઈ રહેલા વિલંબનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2018ની ડેડલાઇન ચૂકી જવાઇ છે. તેથી હવે 2022 સુધીમાં આ યોજના પૂરી થશે કે કેમ તે અંગે અમે કશું કહી શક્તા નથી. જો યોજનામાં વિલંબ થશે તો તે માટે જાપાન કશુ કરી શકે તેમ નથી. અમે ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારો દ્વારા જમીનનું સંપાદન કરાય તેની રાહ જોઇ રહ્યાં છીએ. પ્રોજેક્ટ પૂરો થવામાં કેટલો વિલંબ થશે તે હું જાણતો નથી.સુત્રો અનુસાર ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં વધુ 8 મહિનાનો વિલંબ થવાની સંભાવના છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં જૂન 2019 સુધી પણ આ સમય ખેંચાઇ શકે છે.
ગુજરાતના 5000 ખેડૂતોની જમીન જશે
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 612 હેક્ટર, દાદરા નગર હવેલીમાં 7.5 હેક્ટર અને મહારાષ્ટ્રમાં 260 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે. આ યોજનામાં ગુજરાતના 5,404 લોકોએ પોતાની જમીન સરકારને સોંપી દેવી પડશે, જેમાં સૌથી વધુ 1,196 લોકો અમદાવાદના છે. ત્યારબાદ ખેડામાં 783 લોકોની જમીન જશે. ગુજરાત સરકારે જમીનસંપાદન માટે 32 તાલુકાના 189 ગામોની જમીન નક્કી કરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments