Tuesday, September 28, 2021
Homeમોદીના ફોટો વાળી જાહેરાત પર ચુંટણી પંચ ની કડક કાર્યવાહી, ઉડ્ડયન મંત્રાલય...
Array

મોદીના ફોટો વાળી જાહેરાત પર ચુંટણી પંચ ની કડક કાર્યવાહી, ઉડ્ડયન મંત્રાલય પાસે માંગ્યો જવાબ

ચુંટણી પંચે ઉડ્ડયન મંત્રાલયને બીજી નોટીસ ફટકારીને જવાબ માંગ્યો છે. મદુરાઈ એરપોર્ટના બોર્ડીગ પાસ ઉપર પીએમ મોદીના ફોટાનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો. ચુંટણી પંચે મંત્રાલયને આ મામલે શનિવાર સુધી જવાબ આપવામાં કીધું છે. આચારસંહિતા દરમ્યાન પીએમ મોદીના ફોટાના કારણે વિવાદ વધી રહ્યો છે. અને આ બાબતે ચુંટણી પંચ સમક્ષ સતત ફરિયાદ આવી રહી છે.

એર ઈન્ડિયાનાં બોર્ડીગ પાસ પર વાઈબ્રન્ટ ગુજરાત 2019નો પ્રચાર કરવામાં આવ્યો હતો. બોર્ડીગ પાસ પર પીએમ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ફોટો છપાયા હતા. જ્યારે 10 માર્ચે ચુંટણીની તારીખોનું એલાન થયા બાદ આ બાબત પર વિવાદ સર્જાયા પછી 25 માર્ચે એર ઈન્ડિયાએ આ બોર્ડીગ પાસ પરથી આ ફોટો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. એર ઈન્ડિયાએ ફોટા હટાવવાના નિર્દેશ આપ્યા પછી પણ ચુંટણી પંચ સમક્ષ ફરીયાદ આવી હતી. ત્યાર પછી ચુંટણી પંચે ઉડ્ડયન મંત્રાલયને નોટીસ ફટકારી છે.

હાલ એર ઈન્ડિયાએ પોતાની સફાઈમાં જણાવ્યું કે 25 માર્ચે બોર્ડીગ પાસ પરથી આ ફોટો હટાવવાનો નિર્દેશ આપ્યો છે.પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે એક માનવીય ભૂલ હોઈ શકે. હવે ઉડ્ડયન મંત્રાલયે આ મામલે ચુંટણી પંચને જવાબ આપવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments