મોદીના રડારવાળા નિવેદન પર લાલુએ કટાક્ષ કર્યો, ટ્વિટર પર લખ્યું- હટ બુડબક

0
61

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો હવે છેલ્લો અને સાતમો તબક્કો બાકી છે. ત્યારે નેતાઓના નિવેદનો સતત ચર્ચામાં છે. હાલમાં જ વડાપ્રધાન મોદીનું નિવેદન ઘણું ચર્ચાય રહ્યું છે, સાથે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઈ રહ્યું છે. PMના આ નિવેદન પર રાજકીય પક્ષો પણ કટાક્ષ કરી રહ્યાં છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે પણ પીએમ મોદીના રડારવાળા નિવેદન પર કટાક્ષ કર્યો છે, લાલુએ ટ્વીટ કરી લખ્યું કે, “એ હટ બુડબક, તારું ધ્યાન ક્યાં છે, રડાર અહીં છે.”

વડાપ્રધાન મોદીએ હાલમાં જ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેને બાલાકોટ એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું હતું.
PMએ કહ્યું હતું કે, “એર સ્ટ્રાઈકના દિવસે હવામાન યોગ્ય ન હતું. તે દિવસે વિશેષજ્ઞોનું માનવું હતું કે સ્ટ્રાઈક બીજા દિવસે કરવામાં આવે. પરંતુ મેં તેમને સલાહ આપી કે વાસ્તવમાં વાદળા જ આપણી મદદ કરશે અને આપણાં ફાઈટર પ્લેન રડારની નજરે નહીં ચઢે.”

વિપક્ષે પણ મોદીના નિવેદનને આડે હાથ લીધું: PMના નિવેદન પર કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસે ટ્વીટ કર્યુ કે, ” પાંચ વર્ષની સરકારમાં જુમલા જ ફેંકતા રહ્યાં, વિચારતો હતો હવામાન ક્લાઉડી છે, રડારમાં નહીં આવું.”

કોંગ્રેસ જ નહીં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ વડાપ્રધાનના નિવેદન પર મજાક ઉડાવી હતી. ઔવેસી લખ્યું કે, “સર સર વડાપ્રધાન, તમે તો જોરદાર એક્સપર્ટ છો. સર તમને અનુરોધ છે કે તમારા નામમાંથી ચોકીદાર હટાવી દો અને એરચીફ માર્શલ અને પ્રધાન… ક્યું ટોનિક પીવો છો તમે.. કે તમારી વાતોમાં રોજગાર, અર્થવ્યવસ્થા, ઔધોગિક વિકાસ અને કૃષિ સંકટ સિવાય તમારી પાસે દરેક વાતનો ફોર્મ્યૂલા છે, યથાવત રાખો મિત્રો

યેચુરીએ કહ્યું- આ ગેરજવાબદાર નિવેદન છે

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ પણ ટ્વીટ કરી PM પર નિશાન સાધ્યું

પીએમના આ નિવેદનને લઈને વિપક્ષે ભારે કટાક્ષ કર્યા અને ટ્વીટ કરી પીએમના નિવેદનની મજાક ઉડાવી હતી. ભારે ટીકા બાદ ભાજપે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ હટાવી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here