Saturday, August 13, 2022
Homeમોદીના વચનો ફેંકમફેંક સાબિત થયા, અઢી વર્ષમાં બેકારીએ બનાવ્યો આ નવો રેકોર્ડ
Array

મોદીના વચનો ફેંકમફેંક સાબિત થયા, અઢી વર્ષમાં બેકારીએ બનાવ્યો આ નવો રેકોર્ડ

- Advertisement -

ભારતમાં બેરોજગારી દર અઢી વર્ષની ટોચ પર છે.  ગત ફેબ્રુઆરી મહિનામાં બરોજગારીનો દર શિખર પર પહોંચ્યો છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી તરફથી મંગળવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2019 માં બેરોજગારી દર 7.2 ટકા સુધી પહોંચ્યો છે. સપ્ટેમ્બર 2016 પછી બેકારીનો સૌથી મોટો આંક્ડો ફેબ્રુઆરીમાં વધ્યો છે. ફેબ્રુઆરી-2018માં બેરોજગારી દર 5.9 ટકાએ પહોંચ્યો હતો.

મુંબઈ થિન્ક ટેંકનાં પ્રમુખ મહેશ વ્યાસનાં જણાંવ્યા પ્રમાણે રોજગારની શોધમાં યુવાનોની સંખ્યા વધી રહિ છે તેમ છતાં બેકારીનો દર વધી રહ્યો છે. તેમણએ કહ્યું છે કે 2019માં દેશમાં 4 કરોડ લોકો પાસે રોજગારી હોવાનું અનુમાન છે. જ્યારે વર્ષ પહેલા પણ આ આંકડો 4.06 કરોડ હતો.

આ વર્ષે મે મહિનામાં લોકસભા ચૂંટણી થવાનાં અણસાર છે.તેવામાં બેરોજગારોની વધતી જતી સંખ્યા મોદી સરકાર માટે મોટી સમસ્યા છે. આર્થીક નિષ્ણાંતોનું માનવું છે કે, સીએમઆઈઈનો ડેટા સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા જોબલેસ ડેટા કરતા વધારે મહત્વપૂર્ણ છે. સીએમઆઈઇનો ડેટા સમગ્ર દેશનાં હજારો પરિવારો સાથે કરાયેલા સરવેનાં આધારે તૈયર કરવામાં આવે છે.

સરકારે રોજગાર ડેટા પર લગાવ્યો રોક

ખેડૂતોને તેનાં ઉત્પાદનનાં મળતા ઓછા ભાવો અને રોજગારીનો અભાવ ચૂંટણીમાં મુખ્ય મુદ્દા બની રહે છે. મોદી સરકારે જ્યારે સત્તાવાર માહિતી સારવજનિક કરી હતી તો તેને આઉટ ઓફ ડેટ બતાવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રોજગાર સંબંધિત એક ડેટા પર રોક લગાવી હતી. અધિકારીઓનું કહેવું છે કે શું આ ડેટા સાચો છે કે ખોટો તેની તપાસ કરીએ છે. ડિસેમ્બરમાં જાહેર ન કરાયેલા આંકડા  એક અખબારે પોતાનાં સમાચાર પત્રમાં પ્રકાશિત કર્યા હતાં. ત્યારે આ વાત સામે આવી હતી કેભારતમાં બેરોજગારીનો દર 2017-18માં 45 વર્ષની સૌથી ઉંચા સ્તર પર પહોંચ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular