Thursday, September 23, 2021
Homeમોદીના સત્તામાં આવ્યા પછી ભારત સાથેના સંબંધમાં સુધારો થયો: ટ્રમ્પ પ્રશાસન
Array

મોદીના સત્તામાં આવ્યા પછી ભારત સાથેના સંબંધમાં સુધારો થયો: ટ્રમ્પ પ્રશાસન

વોશિંગ્ટન: મોદી સરકારમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં સુધારો થયો છે. ટ્રમ્પ પ્રશાસને લોકસભા ચૂંટણી પછી સંબંધો વધારે મજબુત થવાની આશા વ્યક્ત કરી છે. એક સીનિયર અમેરિકન અધિકારીના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ગયા વર્ષે થયેલી દ્વીપક્ષીય વાતચીતથી બંને દેશોના સંબંધોમાં ઘણો સુધારો થયો છે.

ભારતની નવી સરકાર સાથે કામ કરવા માટે ઉત્સાહી

અમેરિકન અધિકારીને મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળ અને વિદેશ સચિવ વિજય ગોખલેને અમેરિકા મુલાકાત વિશે સવાલ કરવામાં આવ્યો હતો. તે વિશે તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી બંને દેશોના સંબંધોમાં ઘણો સુધારો થયો છે. વડાપ્રધાન મોદીએ જૂન 2017માં વ્હાઈટ હાઉસની મુલાકાત કરી હતી. આગામી લોકસભા ચૂંટણીમાં જે પણ સરકાર આવશે અમે તેમની સાથે કામ કરવા માટે ઉત્સાહી છીએ.

અધિકારીએ કહ્યું, અમેરિકા ઈચ્છે છે કે ભારત સાથે સંબંધો વધારે મજબુત થાય. દુનિયાના વિકાસ માટે અમે આગામી સમયમાં પણ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગાત્મક વલણ જળવાઈ રહે તેવું ઈચ્છીએ છીએ. તેમણે જણાવ્યું કે, ભારતીય વિદેશ સચિવની યાત્રા ખૂબ મહત્વન સાબીત થશે. ગોખલેએ અમેરિકામાં વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન સાથે પણ મુલાકાત કરી હતી.

ટ્રમ્પ પ્રશાસન પ્રમાણે, ગયા સપ્તાહે 3 દિવસની યાત્રામાં ગોખલેએ વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના અધિકારીઓ સાથે રાજનીતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન વ્યાપક સ્તરે દ્વીપક્ષીય સંબંધો વિશે વાતચીત થઈ હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે ભારતના સંબંધો વિશે ચર્ચા થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments