Tuesday, September 21, 2021
Homeમોદીના સમર્થનમાં નિવેદન આપીને ફસાયા રાજ્યપાલ કલ્યાણ સિંહ, ECએ રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખી
Array

મોદીના સમર્થનમાં નિવેદન આપીને ફસાયા રાજ્યપાલ કલ્યાણ સિંહ, ECએ રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન નેતાઓના નિવેદન પર ચૂંટણી પંચની સતત નજર રહેલી હોય છે અને તેમનો પ્રયત્ન ચૂંટણી દરમિયાન આચાર સંહિતા જાળવી રાખવાની હોય છે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહના એક નિવેદનથી ચૂંટણી પંચ ખૂબ નારાજ છે અને તેમની ફરિયાદ રાષ્ટ્રપતિને પણ કરી દેવામાં આવી છે.

ચૂંટણી પંચે રાજ્યપાલ કલ્યાણ સિંહના નિવેદનને ધ્યાનમાં લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોમવારે રાત્રે એક પત્ર લખીને તેમની ફરિયાદ કરી છે. સોમવારે મોડી સાંજે ચૂંટણી પંચની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને તે બેઠક પછી રાષ્ટ્રપતિ કોવિંદને આ વિશે પત્ર લખવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કોવિંદને મોકલવામાં આવેલા પક્ષમાં કલ્યાણ સિંહનું નિવેદન અને આચાર સંહિતાના પાલન પર વિસ્તારથી માહિતી આપી છે. રાજ્યપાલ પદની ગરીમા પ્રમાણે ચૂંટણી પંચે આ કેસમાં રાષ્ટ્રપતિને જ દખલગીરી કરવાની અરજી કરી છે.

અમે બીજેપીના કાર્યકર્તા: ગયા સપ્તાહમાં સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં અલીગઢમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે કહ્યું હતું કે, ‘અમે બધા બીજેપીના કાર્યકર્તા છીએ. અમે ઈચ્છીએ છીએ કે, બીજેપી મોટી જીત મેળવે. દેશ માટે જરૂરી છે કે, નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને.’ કલ્યાણ સિંહના દીકરા રાજવીર સિંહ ઉર્ફે રાજૂ ભૈયા એટાથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતાઓમાં સામેલ કલ્યાણ સિંહ તે રાજ્યના મુખ્યમંત્રી પણ રહ્યા છે. હાલ કલ્યાણ સિંહ રાજ્યપાલ ના બંધારણીય પદ પર તહેનાત છે અને ભારતીય બંધારણ પ્રમાણે આ પદ પર બેઠેલા કોઈ પણ વ્યક્તિ એક પણ રાજકીય પક્ષનું સમર્થન કરી શકે નહીં. તેમણે હંમેશા નિષ્પક્ષ રહેવાનું હોય છે. આ નિવેદનના થોડા દિવસ પહેલાં જ કલ્યાણ સિંહે અલીગઢમાંથી સતીશ ગૌતમને બીજેપી તરફથી ટિકિટ આપી હોવાનો વિરોધ નોંધાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments