Monday, September 27, 2021
Homeમોદીની કવિતામાં લતા મંગેશકરના સુર, પીએમએ કહ્યું- હ્રદયમાંથી નિકળેલું ગીત પ્રેરણાસ્ત્રોત
Array

મોદીની કવિતામાં લતા મંગેશકરના સુર, પીએમએ કહ્યું- હ્રદયમાંથી નિકળેલું ગીત પ્રેરણાસ્ત્રોત

નવી દિલ્હીઃ જાણીતી ગાયિકા લતા મંગેશકરે વડાપ્રધાન મોદીએ વાંચેલી કવિતા ‘સોગંધ મુજે ઈસ મિટ્ટી કી’ને ગાઈ છે. લતા મંગેશકરે ટ્વીટર પર તેને શેર પણ કરી છે. લતાએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલા હું વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળી રહી હતી. તેમને એક કવિતાની પંક્તિઓ કહી હતી જે મને વાસ્તવિકતામાં દરેક ભારતીયના મનની વાત લાગી હતી. એ કવિતા મારા દિલને ગમી ગઈ હતી. જેને મેં રેકોર્ડ કરી છે, જે હું દેશના જવાનો અને જનતાને સમર્પિત કરું છું.

કવિતામાં તેમનો સુર આપવા માટે પીએમ મોદીએ તેમનો આભાર માન્યો હતો. પીએમએ કહ્યું, હ્રદયના ઊંડાણમાંથી આ ગીતના રૂપે બહાર આવેલો આપનો સ્નેહ અને આશીર્વાદ મારા માટે પ્રેરણાસ્ત્રોત છે.

મોદીએ પાકિસ્તાનના બાલાકોટમાં વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ રાજસ્થાનના ચુરુમાં એક સભા દરમિયાન આ કવિતા વાંચી હતી. આ કવિતાને ભાજપે 2014 લોકસભા ચૂંટણી પહેલા થીમ સોન્ગ બનાવ્યું હતુ. આ કવિતાને ગીતકાર પ્રસુન જોશીએ લખી છે. થીમ સોન્ગની શરૂઆતની પંક્તિઓમાં મોદીએ તેમનો અવાજ આપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments