મોદીની ભવ્ય જીત બાદ TIME મેગેઝિનના સૂર બદલાયા, હવે કહ્યું દાયકામાં આવા PM નથી મળ્યાં

0
20

લોકસભા ચૂંટણીના અંતિમ સમયમાં 10 મેના દુનિયાના બહુપ્રતિષ્ઠિત મેગેઝિન TIMEએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ‘ડિવાઇડર ઇન ચીફ’ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. TIMEના કવરથી દુનિયાભરમા વિવાદ થયો હતો. પરંતુ ચૂંટણીના પરિણામોના 6 દિવસ પછી TIMEએ પોતાના એક આર્ટિકલ નરેન્દ્ર મોદીને દેશનો જોડનાર નેતા ગણાવ્યા.

TIMEમાં લખવામાં આવ્યુ છે, ”જે દાયકામાં કોઇ પ્રધાનમંત્રી નથી કરી શક્યા, તે નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યુ છે.” વાસ્તવમાં TIME મેગેઝિન પર એક ઑપિનિયન આર્ટિકલ છાપવામાં આવ્યો છે જેનું ટાઇટલ છે Modi has united India like no Prime Minister in decades’ એટલે કે દાયકાઓથી જે અન્ય પ્રધાનમંત્રી ના કરી શક્યા, તે નરેન્દ્ર મોદીએ ભારતને જોડી દીધુ. મેગેઝિનમાં આ આર્ટિકલ મનોજ લાડવાએ લખ્યુ છે કે, જેમણે 2014 में Narendra Modi For PMનું કેમ્પેઇન ચલાવ્યુ હતુ.

આ આર્ટિકલમાં ચૂટંણીને સૌથી મોટી ઉપલબ્ધિ બતાવી છે કે નરેન્દ્ર મોદીએ દેશમાં ઘણા લાંબા સમયથી ચાલી રહેલા જાતિવાદને ખત્મ કરી દીધો છે અને એકજૂથ થઇને લોકોનો મત પ્રાપ્ત કર્યો છે. નરેન્દ્ર મોદીએ પછાત જાતિના લોકોને પોતાનો હક મેળવવામાં સફળતા મેળવી છે પરંતુ વેર્સ્ટન મીડિયા હજુ પણ  નરેન્દ્ર મોદીને ઉચ્ચ જાતિના નેતા તરીકે પ્રોજેક્ટ કરી રહી છે.

આ આર્ટિકલમાં નરેન્દ્ર મોદીના વખાણ કરતા લખવામાં આવ્યુ છે જે રીતે તેણે એક ગરીબ પરિવારમાંથી આવ્યા છતા દેશના સૌથી મોટા પદ પર જગ્યા બનાવી અને ગાંધી પરિવારથી રાજનીતિક લડાઇ લડી. લેખકે કહ્યુ કે, ગત 5 વર્ષમાં ઘણી ટીકાઓ પછી જે રીતે નરેન્દ્ર મોદીએ દેશને એક સૂત્ર બનાવ્યુ જે પાછલા 5 દાયકામાં કોઇ પ્રધાનમંત્રી નથી કરી શક્યા.

તમને જણાવી દઇએ કે, 10 મેના મેગેઝિનને પોતાના કવર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ફોટો છાપવામાં આવી, જેનુ ટાઇટલ ‘Divider in Chief’ આપવામાં આવ્યુ છે એટલે કે વહેંચણી કરવાનો પ્રમુખ. જેના પર દેશમાં ઘણો વિવાદ થયો. આ આર્ટિકલને આતિશ તસીરે લખ્યો હતો જેમણે પોતાના આર્ટિકલમાં પાંચ વર્ષમાં થયેલા લિંચિંગના આધાર પર બનેલા નરેન્દ્ર મોદીની ઘણી ટીકા કરી.

તમને જણાવી દઇએ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 303 સીટ મળી, તો ગઠબંધન NDAને કુલ 353 સીટ મળી. આવુ લાંબા સમય પછી થયુ જ્યારે કોઇ એક દળની સરકાર સતત 2 વખત પૂર્ણ બહુમતની સાથે સત્તામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here