- Advertisement -
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ઘંટારવ વચ્ચે PM મોદી 4થી અને 5મી માર્ચે ગુજરાતના પ્રવાસે છે. રાજકીય સુત્રોની માહિતી અનુસાર મોદીએ સર્વણોને EBCમાં 10 ટકા અનામત આપ્યા બાદ પટેલોને ખુશ કરવા આવી રહ્યા છે. 4થી માર્ચે કડવા પટેલોના કુળદેવી મા ઉમિયાના મંદિરનું ભૂમિપૂજન કરશે અને 5મીએ લેઉવા પટેલોની આસ્થાનું સ્થળ અન્નપુર્ણા ધામમાં મૂર્તિપ્રતિષ્ઠા કરાવશે.
પાટીદારોનો જુનો અસંતોષ દુર થશે એવું મોદીની મહેમાનગતિથી સાબિત થશે
વિશ્વઉમિયાધામના મહાભૂમિપૂજનનામાં 5 લાખ કડવા પટેલો ઉમટશે
મોદી 4થી માર્ચે વિશ્વના સૌથી મોટા મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરશે. આ ભૂમિપૂજનમાં રાજ્ય અને વિશ્વભરમાંથી 5 લાખથી વધુ કડવા પટેલો પધારવાના છે. વિશ્વઉમિયાધામ અમદાવાદના જાસપુર ખાતે 100 વિઘામાં 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યું છે જેમાં મંદિર સહિત શૈક્ષણિક, આરોગ્ય અને છાત્રાલય સિવાયની સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે.
અન્નપુર્ણાધામના મૂર્તિપ્રતિષ્ઠાન મહોત્સવમાં 25 હજાર લેઉવા પટેલો પધારશે
PM મોદી ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં 5મી માર્ચે લેઉવા પટેલોની આસ્થાનું સ્થાન અન્નપુર્ણાધામના મૂર્તિપ્રતિષ્ઠાન મહોત્સવમાં ભાગ લેવાના છે. જેમાં અંદાજે રાજ્યભરમાંથી 25 હજારથી વધુ લેઉવા પાટીદારો પધારવાના છે. પંચધાતુમાંથી બનેલું અન્નપૂર્ણાધામ મંદિર ગાંધીનગરના અડાલજ નજીક આકાર પામી રહ્યું છે. જે વિશ્વનું પ્રથમ ધાતુ નિર્મિત મંદિર છે.