Monday, September 20, 2021
Homeમોદીને હટાવવા માટે કોંગ્રેસે પાકિસ્તાન પાસે મદદ માંગી, ઈમરાન સાથે નિવેદન અપાવવાનું...
Array

મોદીને હટાવવા માટે કોંગ્રેસે પાકિસ્તાન પાસે મદદ માંગી, ઈમરાન સાથે નિવેદન અપાવવાનું કાવતરું: રક્ષામંત્રી

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં જ કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે ભાજપે ચૂંટણી જીતવી અને નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવું જરૂરી. હવે ઈમરાન ખાનની આ વાતનો જવાબ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે આપ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં સીતારમણે કહ્યું છે કે, આવા નિવેદનો ખાસ કરીને ચૂંટણી સમયે જ આપવામાં આવે છે. કોંગ્રેસના ઘણાં નેતાઓ મોદીને હટાવવા માટે પાકિસ્તાન પાસે મદદ માંગી રહ્યા છે. મને લાગે છે કે, ઈમરાન ખાન સાથે આવું નિવેદન અપાવવામાં પણ કોંગ્રેસનું જ કાવતરું છે.

સીતારમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીના તે નિવેદનને પણ નકારી કાઢ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત 16-20 એપ્રિલ વચ્ચે હુમલો કરી શકે છે. આ વિશે રક્ષામંત્રીએ કહ્યું કે, હું નથી જાણતી કે તેમને આ તારીખો ક્યાંથી મળી, તેથી તેમને મારી શુભેચ્છાઓ. તેમણે કહ્યું, ખબર નહીં આ શું હતું પરંતુ સાંભળવામાં ખૂબ રસપ્રદ અને કાલ્પનિક લાગતુ હતું.

રાજકીય નિવેદનમાં સીમાની સમજણ ખૂબ જરૂરી: રાજકારણમાં મહિલાઓ સામે અશ્લિલ નિવેદનો કરવા વિશે સીતારમણે કહ્યું કે, મને લાગે છે કે, વિચારધારા વિશે ચર્ચા કરતી વખતે આપણે દ્રઢ અને કઠોર થઈ શકીએ પરંતુ અંતે આપણે એક બીજાના માન-સન્માનનો ખ્યાલ રાખવો જોઈએ અને આ સીમાને સમજવી જોઈએ. જ્યારે આપણે રાજકારણની વાત કરીએ છીએ ત્યારે આપણે મગજમાં એ વાત રાખવી જોઈએ કે આપણે આવનારી પેઢી માટે શું વારસો છોડીને જઈ રહ્યા છીએ.

ચૂંટણી દરમિયાન સેનાની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા કરવા ખોટી વાત છે: પૂર્વ સૈનિકો દ્વારા રાષ્ટ્રપતિને લખવામાં આવેલા કથિત પત્ર વિશે રક્ષા મંત્રીએ કહ્યું કે, તે તેમનો વિશેષ અધિકાર છે. તેઓ તેમના સુપ્રીમ કમાન્ડર સાથે સંપર્ક કરે તે વિશે કોઈ વિવાદ નથી. પરંતુ મુશ્કેલી એ વાતથી છે કે, ચૂંટણી દરમિયાન આપણે બધાએ સચેત રહેવું જોઈએ કે સેનાની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા ન કરવા જોઈએ. જો કોઈ એક વ્યક્તિ પણ એવો દાવો કરે છે કે, તેમણે ચિઠ્ઠી માટે પોતાનું નામ નથી આપ્યું તો આ તેમની માંગણીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા કરી દેશે.

રાજકારણમાં સેનાના નામનો ઉપયોગ કરવા વિશે સીતારમણે કહ્યું કે, અમે સેનાના નામે રાજકારણ નથી કરતાં પરંતુ રાજકીય ઈચ્છાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય અને તેમાં સફળતા મળી હોય તો શું સરકારે તેમના નિર્ણય વિશે કઈ ન કહેવું જોઈએ? બધાને ખબર જ છે કે, આપણી વિશ્વસનીય સેના નિષ્પક્ષતાથી તેમનું કામ કરે છે. હું આ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. પરંતુ રાજકીય ઈચ્છા વગર કે તેમને કાર્યવાહીની સ્વતંત્રતા આપ્યા વગર શું આ બધુ શક્ય હતું?

બાલાકોટ હુમલા વિશે કોઈ દેશે અમને સવાલ નથી કર્યા: બાલાકોટ હુમલા વિશે આંતરરાષ્ટ્રીય મીડિયાની પ્રતીક્રિયા વિશે રક્ષામંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી કોઈ દેશ દ્વારા આ વિશે સવાલ ઉભા કરવામાં આવ્યા નથી અને એવું કહીને સમર્થન પણ પાછું નથી ખેંચ્યું કે તમારો દાવો પ્રમાણિક નથી. કારણે હુમલાનો દાવો પહેલાં આપણે કર્યો જ નથી. પરંતુ પાકિસ્તાને જાતે જ બાલાકોટમાં હુમલો થયો હોવાની વાત દુનિયાને જણાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments